પોતાના પહેલા હીરો સુશાંત માટે બોલી વાણી કપૂર – તે યાદો હંમેશાં ખાસ રહેશે

મુંબઈ: વાણી કપૂરે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી ફિલ્મ દરેક માટે ખાસ હોય છે. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં પરિણીતિ ચોપરા પણ જાેવા મળી હતી. વાણી પાસે પોતાની આ ફિલ્મોનું કેટલીક સુંદર યાદો છે.
વાણીએ સુશાંતની સાથે વિતાવેલી પળોને કેટલાક કિસ્સા શેર કર્યા. સુશાંત સાથે ‘શુદ્ધ દેશી રોમાન્સ’ને યાદ કરતા વાણીએ જણાવ્યું કે, ‘હું સુશાંતને સૌથી પહેલા રૂમમાં મળી. તે રીડિંગ સેશન હતું અને ત્યાં મનીષ શર્મા પણ હતા. મને યાદ છે કે, ત્યાં અંદર આવતા જ સુશાંતે ખૂબ સરસ સ્માઈલ આપી હતી.’
તેમણે આગળ જણાવ્યું કે, ‘સુશાંત ખૂબ જ હેલ્પફુલ અને સ્વીટ હતો. આખી ફિલ્મ દરમિયાન સુશાંતનો મારી સાથેનો વ્યવહાર ખૂબ સારો રહ્યો. તે જબરદસ્ત ટેલેન્ટેડ હતો. હવે જ્યારે મેં ‘દિલ બેચારા’માં તેને જાેયો ત્યારે લાગ્યું કે, કેટલો શાનદાર એક્ટર હતો સુશાંત. આપણા બધાની વચ્ચે તે એક ખાલી જગ્યા હંમેશાં સાલશે. જે પણ થયું તેનાથી ખૂબ દુઃખ થાય છે. સુશાંત મારો પહેલો કો-એક્ટર હતો એટલે તેના માટે તે ખાસ યાદો હંમેશાં રહેશે.’
જણાવી દઈએ કે, ટૂંક સમયમાં જ વાણી ફિલ્મ ‘બેટ બાૅટમ’ના શૂટિંગ માટે સ્કાૅટલેન્ડ જવાની છે. આ ફિલ્મમાં લીડ એક્ટર અક્ષય કુમાર છે અને ચર્ચા છે કે, ફિલ્મની ટીમ પ્રાઈવેટ જેટથી ત્યાં પહોંચશે.