પોતાના બાયોપિકમાં રણવીરને જોવા માંગતા હતા બપ્પી લહેરી
મુંબઇ, બોલિવૂડના દિગ્ગજ મ્યૂઝિક કમ્પોઝર બપ્પી લહેરીના નિધન પર આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકાતૂર છે. બપ્પી લહેરીને બોલિવૂડના ડિસ્કો કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા ગીતો માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. બપ્પી લહેરીનું જીવન પણ તેમના સંગીતની જેમ બિલકુલ અલગ અને રસપ્રદ હતું.
આ જ કારણોસર અનેક ફિલ્મમેકર્સે તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને બાયોપિક માટે તેમનો સંપર્ક પણ કર્યો હતો. એક જૂના ઈન્ટર્વ્યુમાં બપ્પી લહેરીએ આ વાતનો ખુલાસો પોતે કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અનેક ફિલ્મમેકર્સે તેમના જીવન પર ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાે કે બપ્પી દાએ આ મુદ્દા પર કોઈ ર્નિણય નહોતો લીધો.
જાે કે તેમણે જણાવ્યું હતું કે તે પોતાના પાત્રમાં કયા અભિનેતાને જાેવા માંગે છે. બપ્પી લહેરીએ કહ્યુ હતું કે તે પોતાના યુવા અવસ્થાના દિવસો માટે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને જાેવા માંગે છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ પણ ઘણીવાર કહી ચૂક્યો છે કે બપ્પી લહિરીનો તે મોટો ફેન છે.
૬૩મા ફિલ્મફેર અવોર્ડમાં રણવીર સિંહે બપ્પી દાને એક ખાસ સન્માન પણ આપ્યુ હતું. આજે જ્યારે બપ્પી લહેરી દુનિયા છોડીને જતા રહ્યા છે ત્યારે રણવીર સિંહે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને શોક વ્યક્ત કર્યો છે. ચલતે ચલતે, ડિસ્કો ડાન્સર, શરાબી વગેરે જેવા તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા.
બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત ભંકાસ હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગી ૩ માટે બનાવ્યું હતું. મહત્વનું છે કે, ગત વર્ષે પીઢ ગાયકને કોરોના થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપ્પી લહેરીના અવસાનથી બોલિવુડમાં શોકની લહેર ફરી વળી છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ ડિસ્કો કિંગને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.SSS