Western Times News

Gujarati News

પોતાના ભાગનું સત્ય કહેવાની જરૂર નથી, સમય બધું કહે છે: સોનુ સૂદ

મુંબઈ, બોલીવુડ એક્ટર સોનુ સૂદ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ૨૦ કરોડની ટેક્સ ચોરીનો આરોપ લગાવતા તેમના ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિદેશી યોગદાન અધિનિયમ એક્ટના નિયમોના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ સોનુ સૂદે આજે પહેલી પોસ્ટ કરી છે. સોનુ સૂદે કહ્યુ કે, આપે હંમેશા પોતાના ભાગની સત્યતા જણાવવાની જરૂર પડતી નથી, સમય બધુ બતાવી દે છે.

સોનુએ આગળ લખ્યુ, હુ પૂરી ઈમાનદારીથી દેશના લોકોની મદદ કરી રહ્યો છુ. મારુ ફાઉન્ડેશન લોકોની જીંદગીઓ બચાવવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાને તત્પર રહે છે. હુ ગયા ચાર દિવસથી કેટલાક મહેમાનોની સેવામાં વ્યસ્ત હતો તેથી આપ લોકોની મદદ કરી શક્યો નહીં. હવે હુ આપ લોકોની મદદ કરવા માટે આવી ગયો છુ.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર સોનુ સૂદને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસેથી જે રૂપિયા મળતા હતા તેમાંથી ઘણા રૂપિયા તેમણે પોતાની ઈનકમ ના બતાવીને કેટલીક નકલી કંપનીઓ દ્વારા અનસિક્યોર્ડ લોન બચાવી છે. વિભાગનો દાવો છે કે અત્યાર સુધીની તપાસ દરમિયાન આવી ૨૦ કંપનીઓ શોધી કાઢવામાં આવી છે, જેમાંથી સોનુ અસુરક્ષિત લોન તેમના દ્વારા બતાવવામાં આવી હતી જ્યારે આ રૂપિયા તેમની પોતાની કમાણીના હતા.જાેકે હજુ સોનુ સૂદે સામે આવીને આવા આરોપો પર કોઈ જવાબ આપ્યો નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.