પોતાના માટે ટિકિટ માટે આપ સાથે વાત કરી નથી: સિધ્ધુ

ચંડીગઢ, પંજાબની રાજનીતિ દરરોજ નવા રંગમાં જાેવા મળી રહી છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ આજે ખુલાસો કર્યો કે કેવી રીતે તેમની આમ આદમી પાર્ટી સાથેની વાતચીત સફળ થઈ શકી નથી.
સિદ્ધુએ કહ્યું કે, તેમણે પોતાના માટે ટિકિટ માટે આપ સાથે વાત કરી નથી. તેમણે કહ્યું કે મીટિંગ દરમિયાન કેજરીવાલ ઈચ્છતા હતા કે હું પ્રચાર કરું. પરંતુ સિસ્ટમમાં જાેડાયા વિના સિસ્ટમમાં ફેરફાર કેવી રીતે કરી શકું.
એક અહેવાલ પ્રમાણે સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલ પણ નથી ઈચ્છતા કે હું વિધાનસભા ચૂંટણી લડું. તેમણે કહ્યું કે તમે પ્રચાર કરો. અમે તમારી પત્નીને ચૂંટણી લડાવીશું. તેમને મંત્રી બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલે દુર્ગેશ પાઠક અને સંજય સિંહને મારા ઘરે મોકલ્યા હતા.
જાેકે હું તેંમને મળી શક્યો નહીં. હું તેમને પાછળથી મળ્યો, મેં તેમને પૂછ્યું કે શું મારે રાજ્યસભા છોડવી જાેઈએ. જાેકે, તેમનો જાેર એવો હતો કે મારે જ પ્રચાર કરવો જાેઈએ.
કોંગ્રેસમાં જાેડાયા બાદ એવા અહેવાલો આવતા રહે છે કે સિદ્ધુ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાતચીત ગરમ છે. ગયા વર્ષે, આપ વિશે સિદ્ધુના ટિ્વટથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે તે આપમાં જાેડાવા જઈ રહ્યા છે. સિદ્ધુએ એમ પણ કહ્યું કે પંજાબની વિપક્ષી પાર્ટી આપઁએ હંમેશા પંજાબને લઈને મારા વિઝન અને કામને સ્વીકાર્યું છે.HS