પોતાના વિશે ફેક ન્યૂઝ જાેઈને ગોંવિંદાના હોંશ ઉડી ગયા
મુંબઈ, ગોવિંદાએ તાજેતરમાં જ જાેયું કે તેના નામ પર એક જાહેરાત આપીને નકલી સ્કેમ આચરવામાં આવી રહ્યું છે. જાહેરાતમાં કહેવાયુ છે કે, ફેન્સ પોતાના ફેવરિટ એક્ટર ગોવિંદાને ૨૦ ડિસેમ્બરના રોજ લખનૌમાં યોજાનારા એક પ્રોગ્રામાં મળવવાની સોનેરી તક મેળવી શકે છે. પરંતુ ગોવિંદાનું માનીએ તો તે કોઈ પણ પ્રકારની આવી ઈવેન્ટનો ભાગ નથી અને તેને કોઈ જાણકારી નથી.
ગોવિંદાની નજર જેવી આ વાયરલ થઈ રહેલી જાહેરાત પર પડી તો તેણે તરત ફેન્સને અલર્ટ કર્યા હતા. તેણે આ જાહેરાતને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને લખ્યું કે, ખોટા સમાચાર. આ જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, ઈ લાઈટ પ્રોડક્શન દ્વારા બિઝનેસ આયોજન એવોર્ડ. ગોવિંદાજીને મળવાની સોનેરી તક. મળો, ખાવાનું ખાઓ ગોવિંદાજીની સાથે. તમારા શહેર લખનૌમાં. આની સાથે ૨૦ ડિસેમ્બરની ઈવેન્ટની ટિકિટ બુકિંગ કરાવવા માટે બે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે.
પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો ગોવિંદાએ તાજેતરમાં જ પોતાનું સોંગ ટિપ ટિપ બરસા પાની રિલીઝ કર્યુ હતુ. આ સોંગને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ગોવિંદાએ પોતાની યૂટ્યૂબ ચેનલ ગોવિંદા રોયલ્સ પર આ સોંગ રિલીઝ કર્યુ હતુ. મજાની વાત એ છે કે, આ સોંગને ગોવિંદાએ ખુદ લખ્યું છે અને ગાયુ પણ છે.
મહત્વનું છે કે, બોલીવૂડ સેલેબ્સના નામ અને તસવીરોનો ઉપયોગ કરીને મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવું અને તગડી રકમ કમાવવી કોઈ નવી વાત નથી. દેશમાં અવાર નવાર આવા અનેક કાર્યક્રમોની જાણકારી સામે આવતી રહેતી હોય છે.
જેમાં કોઈ મોટી હસ્તી ભાગ લેવાની હોવાની જાહેરાત કરીને લાખોનું બુકિંગ કરી લેવામાં આવ્યું હોય અને પછી આયોજક પોતાના દાવા પરથી ફરી જતા હોય છે. આવામાં આયોજકો વિરૂદ્ધ લોકોનો ગુસ્સો સામે આવતો હોય છે અને સાથે જ સેલેબ્સની છબી પર પણ ખરાબ અસર પડતી હોય છે.SSS