પોતાની જ આઠ વર્ષની પુત્રી સાથે યૌન શૌષણ કરનાર પિતાની ધરપકડ
નવીદિલ્હી, બાંગુર નગર પોલીસે એક ૨૫ વર્ષના આદમીની પોતાની જ આઠ વર્ષની પુત્રી સૌથી શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરી છે આરોપીએ બાળકીની ઠંડાથી પિટાઇ કરી અને કોઇને પણ ઘટનાની બાબતમા જાણ કરવા પર ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. પોલીસ અનુસાર આરોપીએ પહેલીવાર ઓગષ્ટમાં યુવતીની સાથે મારપીટ કરી અને ૨૨ સપ્ટેમ્બર સુધી દુવ્યવહાર કર્યો શરૂઆતમાં બાળકીએ ડરના કારણે કોઇને કાંઇ જણાવ્યું નહીં પરંતુ અંતે માતાને પોતાની આપવીતી બતાવી ત્યારબાદ માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. બાંગુર નગર પોલીસે કહ્યું કે અમને માતાની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી છે.
દરમિયાન ખાર પોલીસે એક ૪૫ વર્ષીય વ્યક્તિને ૨૩ વર્ષીય પુત્રી સાથે છેડછાડ કરવાના આરોપમાં પકડયા છે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા નિયમિત રીતે શરાબનું સેવન કરતાં હતાં જેને કારણે તેની અને તેની માતાની વચ્ચે સતત વિવાદ થયો હતો મહિલાએ કહ્યું કે ૧૮ સપ્ટેમ્બરે પિતા નિયમિત રીતે શરાબનું સેવન કરી આવ્યો અને તે કપડા બદલવા માટે બાથરૂમમાં ગયો તો તેણે પીછો કર્યા અને તેની સાથે છેડછાડ કરી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.HS