પોતાની ત્રીજી ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે ઈતિહાસ રચ્યો, ૧૩૩ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદ: ઈંગ્લેન્ડ એકવાર ફરી ચોથી ટેસ્ટ મેચમાં બેકફૂટ પર જાેવા મળી હતી ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડનાં કેપ્ટન જાે રૂટે પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો, જે ં ઉલટો પડ્યો હતો આ મેચમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ ફરી એકવાર સારુ પ્રદર્શન કર્યું હતું
ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસનાં પહેલા સત્રમાં અક્ષરે ઇંગ્લેન્ડનાં ઓપનર જૈક ક્રોલી અને ડોમિનિક સિબ્લીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અક્ષર કે જેણે ચેન્નાઈ ટેસ્ટથી ડેબ્યૂ કર્યુ તેની હવે ૨૦ વિકેટ થઇ ગઇ છે. અક્ષર ટેસ્ટમાં સૌથી ઓછા રન આપીને પ્રથમ ૨૦ વિકેટ લેવાની દ્રષ્ટિએ બીજા નંબર પર પહોંચી ગયો છે. અક્ષરે જ્યારે ટેસ્ટમાં તેની ૨૦ મી વિકેટ લીધી હતી, ત્યારે તેણે ૧૭૪ રન આપ્યા હોવાનુ નોંધાયુ હતુ.
આ મામલે હવે તેણે ઓસ્ટ્રેલિયાનાં ચાર્લ્સ ટર્નરનો રેકોર્ડ તોડ્યો છે. તેણે વર્ષ ૧૮૮૭-૮૮માં ૧૮૧ રનમાં ૨૦ વિકેટ લીધી હતી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં રોબર્ટ આર્નોલ્ડ લોકર મેસી પ્રથમ ક્રમે છે. ૧૯૭૨ માં, મેસીએ માત્ર ૧૬૭ રન આપી ૨૦ વિકેટ ઝડપી હતી. આપને જણાવી દઈએ કે, અક્ષરે આ શ્રેણીની બીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. પ્રથમ બે ટેસ્ટમાં તેણે ઇનિંગ્સમાં ત્રણ વખત ૫ વિકેટ ઝડપી છે. તે ત્રીજી ટેસ્ટમાં ૧૧ વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.
આ પહેલા પિન્ક બોલ ટેસ્ટમાં અક્ષર પટેલે ૧૧ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ ઈંગ્લેન્ડની વિરુદ્ધ બંને ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો માત્ર ત્રીજાે ભારતીય બોલર છે. તેના પહેલા લક્મ્સણ શિવારામાકૃષ્ણન, રવિચંદ્રન અશ્વિને પણ આ કારનામો કરી બતાવ્યો છે.અક્ષર પટેલે ડે-નાઇટ ટેસ્ટમાં ૧૧ વિકેટ લેનારો એકમાત્ર બોલર છે. અક્ષર પટેલે પહેલી ઇનિંગમાં ૩૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. તો બીજી ઇનિંગમાં ૩૨ રન આપીને ૫ વિકેટ લીધી હતી.