પોતાની માતા-પિતાની શાળામાં જ કામ કરતી શિક્ષિકા પર વારંવાર દુષ્કર્મ આચર્યું
કેશોદ: કેશોદમાં પણ શિક્ષિકા હવસનો ભોગ બની છે. એક શાળાના સંચાલકના કપાતર પુત્રએ પોતાની માતા પિતાની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતીને પોતાના હવસનો શિકાર બનાવી છે. બે બે વખત દુષ્કર્મ આચરી, ખોટું બહાનું બતાવી, યુવતીના ડોક્યુમેન્ટ મેળવી લઈ, લગ્ન પ્રમાણપત્ર પણ કરાવી લીધા હોવાની એક શરમજનક ઘટના સામે
આવી છે. કેશોદ પોલીસ દફતરે નોંધાતા કેશોદ પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
કેશોદમાં ઉમિયા નગર વિસ્તારમાં રહેતી એક યુવતી કેશોદના ડી.પી રોડ ઉપર આવેલ વી.વી એકેડમીમાં શિક્ષિકા તરીકે નોકરી હતી, ત્યારે આ શાળાના સંચાલકના કપાતાર પુત્ર અભિષેક મનસુખભાઇ આંકોલા એ પોતાના માતા, પિતાની સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીનો ગેરલાભ લઈ, યુવતીને પ્રથમ વખત મોટરસાઈકલમાં બેસાડી કેશોદ અક્ષયગઢ તરફ વાડી વિસ્તારમાં લઈ ગયો, અને યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મમ આચરી કોઇને કહીશ તો નોકરીમાથી કાઢી મુકીશ, તેવી ધમકી આપી યુવતીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી.
તે બાદ બીજી વખત અભિષેક મનસુખભાઈ આંકોલાએ પોતાની સ્કુલની ઉપર આવેલ પોતાના ઘરના રૂમમાં યુવતીને લઈ જઈ યુવતીની એકલતાનો લાભ લઈ ફરી એક વખત મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યારે યુવતી સાથે કાળાકામ કરનાર અભિષેક મનસુખભાઇ આંકોલા એ કહેલકે, તારા ડોક્યુમેન્ટ સ્કુલમાં દેવાના છે, તેમ કહી યુવતીના ડોક્યુમેન્ટ મેળવી, તેનુ મેરેજ સર્ટીફીકેટ પણ બનાવી લીધું હતું. ગત તા. ૧૭ નવેમ્બર ૨૦૨૦ અને તે બાદ બે વખત કેશોદની શાળાના સંચાલકના કપૂત્ર પોતાના માતા, પિતાની શાળામાં અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે આચરેલ દુષ્કર્મ અંગે અંતે યુવતીએ સાત માસ બાદ હિમ્મત એકઠી કરી કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદના ઈન્ચાર્જ પી.આઈ. ચૌહાણ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.