પોતાનું મનપસંદ ગીત ન વાગતાં દુલ્હન ગુસ્સે થઇ

નવી દિલ્હી, યુવતીઓ કિશોર અવસ્થાથી જ પોતાના લગ્ન માટે સપના જાેતી હોય છે. તે પછી લગ્નનું સંગીત હોય, મહેંદી હોય કે દુલ્હનની એન્ટ્રીનું ગીત. તે બધુ જ પ્લાન કરીને રાખી છે. આ પછી લગ્નમાં તેના પ્લાન પ્રમાણે ના થાય તેને ગુસ્સો આવવો યોગ્ય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દુલ્હન પોતાના ગુસ્સાના કારણે લોકપ્રિય થઇ રહી છે.
આ વીડિયોમાં જાેવા મળે છે કે દુલ્હન પોતાની એન્ટ્રી માટે ઉભી છે પણ જ્યારે એન્ટ્રી સમયે મનપસંદ ગીત વાગતું નથી તો દુલ્હન ગુસ્સે ભરાય છે અને એન્ટ્રી લેવાની ના પાડે છે. આજના જમાનામાં લગ્નમાં દુલ્હનની એન્ટ્રી પ્લાન કરવામાં આવે છે. ગીત અને ડાન્સના હિસાબથી કોરિયોગ્રાફ કરવામાં આવે છે. આ વીડિયોમાં ગુલાબી રંગનો ચણિયા ચોરી પહેરેલી દુલ્હન ઘણી પરેશાન જાેવા મળી રહી છે. તો પોતાના મિત્રો, સંબંધીઓને ગીત પોતાનું મનપસંદ ગીત લગાવવા માટે કહેતી જાેવા મળે છે. જ્યારે તેનું મનપસંદ ગીત વાગતું નથી તો તે ગુસ્સે થઇ જાય છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મંડપમાં જવાનો ઇનકાર કરી ગુસ્સે ભરાયેલી કન્યાને શાંત પાડવા ગયેલા સંબંધીઓ અને મિત્રોને તે કહે છે કે, “તે ગીત જ વાગશે, તેને કહો, મેં તેને પહેલા જ કીધું હતું. તેને કહો કે, પિયા મોહે ઘર આયે જ વાગશે.” દુલ્હનની નારાજગી જાેઈને હાજર લોકો ડીજેને તેની વિનંતીનું ગીત વગાડવાનું કહે છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ૨ મિલિયનથી વધુ વખત જાેવામાં આવ્યો છે. તેમજ ૧.૨ લાખથી વધુ લાઇક્સ અને એક હજારથી વધુ કોમેન્ટ મળી છે. આ વીડિયો પર યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, મેં પણ આવું જ કર્યું હતું. એક યૂઝરે લખ્યું છે કે દુલ્હન કેટલી ક્યૂટ છે, જ્યારે બીજા યૂઝરે લખ્યું છે કે ‘ઓલ ધ બેસ્ટ ટુ હસબન્ડ.’ કેટલાક લોકોએ આને વિરાટ -અનુષ્કાના લગ્નની સાઈડ ઇફેક્ટ પણ કહી છે. અંતે દુલ્હનની પસંદગીનું ગીત વગાડવામાં આવે છે અને તેણે સ્વપ્નમાં જાેયેલી બ્રાઇડલ એન્ટ્રી મળે છે. એક ફોલો-અપ વીડિયોમાં તેણે ખુલાસો કર્યો છે કે, ડીજેએ તરત જ તેનું ગીત વગાડ્યું હતું અને તે ચહેરા પર સ્મિત સાથે લગ્ન સ્થળમાં પ્રવેશી હતી.SSS