પોતાને પાંજરામાંથી મુક્ત કરતા શીખો: કંગના રનૌત
મુંબઇ, દેશમાં ચાલી રહેલા કોઈપણ મહત્વના મુદ્દા પર પોતાનો મત બેધડક રજૂ કરવા માટે વિવાદમાં રહેતી અભિનેત્રી કંગના રનૌતની કર્ણાટક હિજાબ વિવાદમાં એન્ટ્રી થઇ છે. હાલમાં દેશભરમાં કર્ણાટક હિજાબ વિવાદ જાેર પકડી રહ્યો છે, મોટાભાગના લોકો આ મુદ્દે ચર્ચા કરતા નજર પડી રહ્યા છે.
કર્ણાટકના ઉડ્ડુપીથી શરૂ થયેલો આ વિવાદ આજે આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે. આ મુદ્દે બોલીવુડની અનેક હસ્તીઓ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર વ્યક્ત કરી ચૂકી છે. એવામાં બોલીવુડની ક્વીન કંગના રનૌતે પણે આ મુદ્દે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકીને મનની વાત કહી છે.
દિવસે-દિવસે વકરી રહેલા કર્ણાટક હિજાબ વિવાદને મુદ્દે કંગનાએ એની ઈન્સ્ટા સ્ટોરીમાં લેખક આનંદ રંગનાથનની એક પોસ્ટનો પ્રિન્ટશોટ શેર કર્યો છે, જેમાં ઈરાનની ઝલક આપતાં ૨ ફોટા છે. બે ફોટામાંથી એક ફોટો ૧૯૭૩ની સાલનો છે જ્યારે બીજાે વર્તમાન સમયનો છે.
આનંદ રંગનાથનની આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, ૧૯૭૩માં ઈરાનની મહિલાઓ બિકિની પહેરીને દરિયા કિનારે બેઠી છે જ્યારે વર્તમાન ફોટામાં ઈરાનની દરેક સ્ત્રી બુરખામાં છે. આ જ પોસ્ટના પ્રિન્ટશોટને કંગનાએ એની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.
આનંદ રંગનાથનની આ પોસ્ટને શેર કરતાં કંગનાએ લખ્યું છે- જાે હિમ્મત બતાવવી હોય તો અફઘાનિસ્તાનમાં બુરખો ના પહેરીને બતાવો, પોતાને પિંજરામાંથી મુક્ત કરવાનું સીખો. કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કર્ણાટક હિજાબ વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે ઉડ્ડપીના ગવર્નમેન્ટ પીયૂ કોલેજ ફોર વીમનેમાં ૬ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી હતી.
જે પછી વિદ્યાર્થિનીઓએ કોલેજ મેનેજમેન્ટ સામે એનો વિરોધ કર્યો. આ મામલે વિદ્યાર્થિનીઓના માતા-પિતા અને કોલેજ મેનેજમેન્ટ વચ્ચેની બેઠક પણ નિષ્ફળ રહી હતી. થોડા જ દિવસોમાં આ મામલો એ હદ સુધી વકરી ગયો ત્યાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. હાલમાં આ કેસ હાઈકોર્ટમાં છે, જેમાં કોર્ટે વિદ્યાર્થિનીઓને કહ્યું છે કે, ર્નિણય ના આવે ત્યાં સુધી તેઓ કોલેજમાં ધાર્મિક પોષાક ના પહેરે.SSS