પોપ્યુલર ગ્રૂપના રમણ પટેલ અને તેનો પુત્ર મૌનાંગ ઝડપાયા

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર પરિવારના વધુ એક પારિવારિક વિવાદમાં પુત્રવધુ ફિઝુની ફરિયાદ મામલે બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્ર મૌનાંગની પોલીસે અટક કરી છે. કોવિડ રિપોર્ટ બાદ આરોપીઓની ધરપકડ સહિતની કાર્યવાહી થશે. ફિઝુએ સસરા રમણ પટેલ, સાસુ મયુરિકા પટેલ, પતિ મૌનાંગ પટેલ અને પિતા મુકેશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.દરમિયાનમાં આરોપીઓએ ફિઝુનું અપહરણ કરી પોતાની તરફેણમાં નિવેદન આપતા કાગળો પર ધાકધમકી આપી સહીઓ કરાવી અને તે પેટે 2.50 કરોડ રૂપિયા આપ્યા હતા. આ રીતે પુરાવાનો નાશ કરવા સહિતના કૃત્યો આરોપીઓ દ્વારા આચરવામાં આવ્યા હતા. પોલીસે ફિઝુના માસીના ઘરેથી 2.50 કરોડ જપ્ત કર્યા બાદ આરોપીઓ વિરૂધ્ધ અગાઉની ફરિયાદમાં વધુ કલમો ઉમેરી છે. જ્યારે રમણ પટેલના ભાઈ દશરથ પટેલ અને ભત્રીજા વિરેન્દ્રની પૂછપરછ હાથ ધરી છે.