પોપ સ્ટાર રિહાનાને ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવા બદલ 18 કરોડ ચૂકવાયા
કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂત આંદોલન દોઢ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ત્યારે હવે આ આંદોલનમાં આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ સમર્થન કરતાં આંદોલન વધુ ચર્ચાએ ચડ્યું છે. જોકે એક દાવા મુજબ, પોપ સ્ટાર રિહાનાને ખેડૂત આંદોલનનું સમર્થન કરવા બદલ ટ્વીટ કરવા માટે અઢી મિલિયન ડોલરની ચુકવણી કરવામાં આવી છે.
ઓપ ઈન્ડિયાએ ધ પ્રિન્ટના અહેવાલને આધારભૂત ગણાવી કહ્યું છે કે તેમને એક સૂત્રએ જણાવ્યું છે કે કેનેડાના બહારના અનેક રાજકીય નેતા અને કાર્યકર્તા કિસાન આંદોલનનું સમર્થન કરી રહ્યા છે, જે અંતર્ગત કેનેડાની સંસ્થા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશને ખેડૂત આંદોલનને લઈને વૈશ્વિક કેમ્પેન ચલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
પોપ સ્ટાર રિહાના, પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોર્ન સ્ટાર મિયાં ખલીફા, અમેરિકાના વાઈસ- પ્રેસિડેન્ટની ભત્રીજી મીના હેરિસે ટ્વીટ કરતાં ખેડૂત આંદોલને વધુ ચર્ચા પકડી છે.
ધ પ્રિન્ટ મુજબ, સ્કાઇરોકેટ નામની એક PR ફર્મે પોપ સ્ટાર રિહાનાને ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવા માટે અઢી મિલિયન ડોલરની રકમ આપી હતી. ભારતીય રૂપિયા મુજબ, 18 કરોડ રૂપિયા થાય છે, એટલે કે ખેડૂતના સમર્થનમાં માત્ર એક ટ્વીટ કરવાના રિહાનાને 18 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે.
સૂત્રોએ ધ પ્રિન્ટને પણ જણાવ્યું છે કે પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને આપવામાં આવેલી ટૂલકિટ તેને સ્પૂન ફીડિંગ કરવા માટે આપવામાં આવી હતી અને આવું દેશમાં મોટા પાયે અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું હતું. પીઆર કંપનીઓમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરનારા ધાલીવાલ, મરીના પેટરસન, કેનેડામાં વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશનનાં ડિરેક્ટર અનીતા લાલ અને કેનેડિયન સાંસદ જગમીતસિંહ જેવી વ્યક્તિઓ આમાં સામેલ છે.