પોમ્પિયોની યાત્રાથી ચીન નારાજ: ભારત કલહના બીજ વાવવાનું બંધ કરે
બીજીંગ, ચીનને ભારતમાં યોજાઇ રહેલી ટુ પ્લસ ટુ વાર્તાથી આંચકો લાગ્યો છે. ચીને વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પર પ્રહાર કરતાં કહ્યું કે તે બીજીંગ અને આ ક્ષેત્રોના દેશો વચ્ચે કલહના બીજ વાવવાનું બંધ કરે એ યાદ રહે કે અમેરિકાના વિદેશ મંત્રી અમેરિકા ભારત ટુ પ્લસ ટુ વાર્તા માટે રક્ષા મંત્રી માર્ક ટી એસ્પરની સાથે ભારતના પ્રવાસે આવ્યા છે. ચીને કહ્યું કે આનાથી આ વિસ્તારની શાંતિ અને સ્થિરતા પ્રભાવિત થાય છે આ પહેલા ચીને અમેરિકા પર શ્રીલંકાને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પોમ્પિયો ચીન પર સતત હુમલાવર રહ્યાં છે અમે તેમને આગ્રહ કરીએ છીએ કે શીત યુધ્ધનો વિચાર ત્યાગી દે અને ચીન અને તેના પડોસી દેશો વચ્ચે કલહના બીજ વાવવાનું બંધ કરે તેમણે કહ્યું કે અમેરિકાના શીત યુધ્ધના વિચારથી ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા પ્રભાવિત થાય છે
એ યાદ રહે કે ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત અને અમેરિકાની વચ્ચે સૈન્ય સહયોગને લઇ મોટો કરાર થયો છે ભારત અને અમેરિકાની વચ્ચે બેસિક એકસચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ એટલે કે બીઇસીએ પર કરાર થયો છે ભારતના વિદેશ મંત્રીએ કહ્યું કે બે દશકમાં આપણા દ્વિપક્ષીય સંબંધો સતત મજબુત થયા.HS