પોરબંદરનું અડવાણા ગામ બન્યું કોરોના મુક્ત
આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ૧૫ બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું
પોરબંદર, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને પોરબંદર જિલ્લાના ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંના નેસ વિસ્તાર, ઘેડવિસ્તાર સહિત ગામડાઓમાં કોરોના મહામારી પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી છે. અન્ય ગામડાઓની સાથે પોરબંદરનું અડવાણા ગામ પણ આ અભિયાનમાં જાેડાયુ છે. તંત્રના સફળ પ્રયાસો અને લોકજાગૃતિના કારણે અડવાણા ગામ હાલ કોરોના મુક્ત થયું છે.
ગામના સરપંચ ભીખુભાઇએ જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ કોરોના મુક્ત ગામ અભિયાનને ગ્રામજનો આવકારીએ છીએ અને તેની તકેદારી રાખીએ છીએ. ગામના સામૂહીક આરોગ્ય કેન્દ્ર અને ૧૫ બેડનું કોવિડ સરકારી પ્રાથમિક શાળામાં પણ ૫ બેડ રાખવામાં આવ્યા છે. તંત્રના સફળ પ્રયાસો, આરોગ્ય વિભાગની યોગ્ય સારવાર અને લોકજાગૃતિના કારણે અમારૂ અડવાણા ગામ હાલ કોરોના મુક્ત થયું છે.
સામુહીક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફીસર ડો. રાજેશભાઇ સોલંકીએ કહ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓને શહેર સુધી જવુ ન પડે તેની તકેદારી રાખીને કોરોના ટેસ્ટીંગ સહિત જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે. ગામમાં ૪૫ વર્ષથી વધુ વયના ૯૫૦ નાગરીકો પૈકી ૬૦૦ થી વધુએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે. હાલ ાગમમાં એકપણ વ્યક્તિ કોરોના સંક્રમિત નથી.