પોરબંદરમાં કારમાં ગુંગળાઈ જવાથી યુવક તથા સગીરાનાં રહસ્યમય મોત
ગેરેજમાં કાર ચાલુ રાખીને એ.સી. ઓન કર્યુ હતું
પોરબંદર પંથકમાં વાડી પ્લોટ વિસ્તારમાં ગેરેજમાં એક કારમાંથી યુવક તથા એક સગીરાના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી
વડોદરા,પોરબંદર પંથકમાં વાડી પ્લોટ વિસ્તારમાં ગેરેજમાં એક કારમાંથી યુવક તથા એક સગીરાના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. બંનેના રહસ્યમય મૃત્યુ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. બંનેના મૃત્યુ કારમાં ગુંગળામણના કારણે મૃત્યુ થયાની શંકા વ્યક્ત કરાઈ છે. આ સાથે વધુ તપાસ શરૂ કરાઈ છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના એમ.જી. પ્રકાશ પાન સામેની ગલીમાં આવેલ ધનસ્વી સર્વિસ સ્ટેશનમાં રહસ્ય મોતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક અને સગીરાના મૃતદેહ કારમાંથી મળી આવ્યા છે. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ વિજયસિંહે મીડિયાને જણાવ્યું હતું કે બપોરના સમયે કંટ્રોલ રૂમથી જાણ થઈ હતી કે, શહેરના એમ.જી રોડ પ્રકાશ પાન સામેની ગલીમાં આવેલ એક સર્વિસ સ્ટેશનમાં યુવક તથા સગીરાના મૃતદેહ મળ્યા છે.
ત્યારબાદ કમલાબાગ પોલીસે સ્થળ ઉપર જઈ કારમાં રહેલા યુવક યુવતીના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સના માધ્યમથી મોકલ્યા હતા. પ્રથમ દૃષ્ટિએ યુવક-યુવતીની હત્યા થઈ હોય તેવું જણાતું નથી. પરંતુ બંનેના પીએમ થયા બાદ ચોક્કસ કારણ બહાર આવશે. હાલ પોલીસ દ્વારા આ ઘટનાને પગલે સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આ બનાવમાં કારમાંથી મળેલા યુવક નિખિલ મસાણી (ઉ.૨૧) સાથે એક સગીરાનો મૃતદેહ પણ મળ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુવક-યુવતીના મૃતદેહો મળ્યાં, તે કારનું એન્જીન ચાલુ હતું અને કારનું એ.સી. પણ ચાલુ હતું. યુવક નિખિલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો. જ્યારે સગીરા કોણ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.ss1