પોરબંદર અરબી સમુદ્રમાંથી રૂ. 2000 કરોડનું 800 કિલો ડ્રગ્સ ઝડપાયું

ભૂજ, ભૂજના હરામીનાળામાં પાકિસ્તાની બોટના સફળ જાપ્તા બાદ સુરક્ષા એજન્સીઓને ગુજરાતના દરિયાકિનારે એક મોટી સફળતા મળી છે. ગુજરાતના સમુદ્રમાંથી શનિવારે 800 કિલો ડ્રગ્સ પકડાયું છે.
પોરબંદર અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીનું ઓપરેશન થયું હતુ. NCB અને ઈન્ડિયન નેવીના જોઈન્ટ ઓપરેશનમાં 800 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. અંદાજ અનુસાર આ ડ્રગ્સની સંભવિત કિંમત 2000 કરોડની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે. પાકિસ્તાનના દાણચોરો ભારતના રસ્તે ડ્રગ્સ ઈરાન મોકલતા હોવાની આશંકા પ્રાથમિક અહેવાલમાં વ્યકત કરવામાં આવી છે.