પોર્ટુગલમાં ફાઇઝરની વેક્સિન લગાવ્યાને બે દિવસ બાદ નર્સનું મૃત્યુ
પોર્ટુગલમાં ફાઇઝરની વેક્સિન લગાવ્યાના બે દિવસ બાદ 41 વર્ષીય નર્સનું મૃત્યુ થયું છે. પોર્ટુગલના આરોગ્ય વિભાગે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે વેક્સિન લગાવવામાં આવી હતી ત્યારે નર્સ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી અને તેને કોઈ પ્રકારની આડઅસર પણ થઈ નહોતી.
બે બાળકોની માતા સોનિયા આઝેવેડો પોર્ટુગલના પોર્તોમાં ઇન્સ્ટિટ્યુટો પોર્ટુગીઝ ડી ઓંકોલોજિયા (IPO)માં સર્જિકલ આસિસ્ટન્સ તરીકે કામ કરતી હતી. ગત બુધવારે, સોનિયા સહિત 538 આરોગ્ય કર્મચારીને વેક્સિન લગાવવામાં આવી હતી, જેમાં સોનિયા પણ સામેલ હતી. તેણે 31 ડિસેમ્બરના રોજ તેના પરિવાર સાથે ડિનર લીધું હતું અને સવારે મૃત હાલતમાં મળી હતી.
સોનિયાના પિતા એબિલિયો કહે છે, હું જાણવા માગું છું કે મારી પુત્રીનું મોત કેવી રીતે થયું? તે એક આણંદમાં રહેનારી અને સ્વસ્થ યુવતી હતી. તેણે ન તો ક્યારેય દારૂ પીધો છે કે ન તો એવી કોઈ ચીજ ખાધી, જે ના ખાવી જોઈએ.