Western Times News

Gujarati News

પોર્ટોમાં હૃતિકે 300 ફીટ ઊંચાઈ પરથી છલાંગ લગાવી

યશ રાજ ફિલ્મ્સનું આગામી આકર્ષણ વોર સર્વકાલીન સૌથી ભવ્ય એકશન અજાયબી બની રહેવાની ધારણા છે. આ ઉચ્ચ કક્ષાની એકશન ફિલ્મમાં હૃતિક અને ટાઈગરને એકબીજા સામે ઉતારવામાં આવ્યા છે. વોરમાં આ બે સુપરસ્ટાર પોતાની શારીરિક સીમાઓને પાર કરીને એકબીજાને માત આપવા માટે મંત્રમુગ્ધ કરનારા, જીવલેણ સ્ટંટો કરતાં જોવા મળશે. વળી, હૃતિક પોર્ટો, પોર્ટુગલમાં પુલ પરથી ભૂસકો મારતો જોવા મળવાનો છે એવું અમને સાંભળવા મળ્યું છે. તેના આ સાહસિક સ્ટંટમાં તે આશરે 300 ફીટ ઊંચાઈથી નીચે ભૂસકો મારે છે.

ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ કહે છે, એકશનની વાત આવે ત્યારે ભારતે હૃતિક કરતાં વધુ મોટા એકશન સુપરસ્ટાર આપ્યા નથી. શારીરિક સીમાઓની પાર જવું અને દેશમાં એકશન સિનેમાને નવી ઊંચાઈ પર લઈ જવાની તેની વચનબદ્ધતા તેને સૌથી વહાલો એકશન સુપરસ્ટાર બનાવે છે. વોરમાં હૃતિકે પોતાનો જ વિક્રમ તોડ્યો છે અને દર્શકોને દિલધડક અજાયબી બતાવવા માટે અતુલનીય જોખમો ઉઠાવ્યાં છે.

અમે પોર્ટોમાં ઉચ્ચ કક્ષાનું ચેસિંગનું દશ્ય શૂટ કરતા હતા, જેમાં હૃતિકે પુલ પરથી ભૂસકો મારવાનો હતો અને તે એકશન માટે તરત જ તૈયાર થઈ ગયો હતો. તે હંમેશાં દર્શકોને પડદા પર કશુંક નવું જોવા મળે એવું ઈચ્છે છે. તેની સાથે કામ કરવાની મજા આવે છે, કારણ કે તે તમને પણ બહેતર બનવા માટે પ્રેરિત કરે છે. આ અદભુત એકશન સ્ટંટ દર્શકોને ચકિત કરીને રહેશે.

વોર દુનિયાનાં અમુક અદભુત સ્થળો ખાતે શૂટ કરાઈ છે. ટીમે આ એકશન જલસીદાર ફિલ્મ માટે 7 અલગ અલગ દેશ અને 15 વૈશ્વિક શહેરો પ્રવાસ કર્યો છે. હૃતિક અને ટાઈગરે ધરતી, પાણી, થીજેલો બરફ અને હવામાં એકબીજા સામે નિર્દય રીતે લડીને એકશનને નવી ઊંચાઈ આપી છે. દુનિયાભરના ચાર એકશન ડાયરેક્ટરોને પડદા પર આજ સુધીની સૌથી ભવ્ય, અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી એકશન અજાયબીઓ કોરિયોગ્રાફ કરવા માટે રોક્યા છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત વોર ફિલ્મ હિંદી, તમિળ અને તેલુગુમાં ગાંધી જયંતી (2જી ઓક્ટોબર)ની સૌથી ભવ્ય રાષ્ટ્રીય રજાના દિવસે રિલીઝ થશે. તેમાં હૃતિકના પ્રેમ હિત તરીકે વાની કપૂર પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.