પોર્ન ફિલ્મમાં કામ કરતી શિક્ષિકાને કાઢી મૂકાતાં શાળા પર ૭ કરોડનો દાવો
વોશિંગ્ટન, અમેરિકામાં ઓરલેન્ડોમાં આવેલી ઓરેન્જ કાઉન્ટની એક સ્કૂલની મહિલા કર્મચારીને પોર્ન ફિલ્મોમાં કામ કરવાના આરોપસર કાઢી મુકવામાં આવી છે. જેની સામે હવે મહિલાએ સ્કૂલ પર સાત કરોડ રૂપિયા એટલે કે એક મિલિયન ડોલરનુ વળતર માંગતો દાવો કર્યો છે.
સ્કૂલમાં બાળકોના સહાયક તરીકે કામ કરતી વિકટોરિયા ટ્રીસ નામની મહિલાને સ્કૂલે તેની તસવીરો અને વિડિયોના આધારે નોકરીમાંથી કાઢી મુકી છે. આ તસવીરો અને વિડિયોમાં તે અન્ય મહિલા સાથે અન્ડર ગારમેન્ટસમાં બેડ પર નજરે પડી હતી.
જાેકે મહિલાનુ કહેવુ છે કે, સ્કૂલમાં ફરજ દરમિયાન મેં કોઈની સાથે અયોગ્ય વર્તાવ કર્યો નથી. તેને પાંચ અને દસ વર્ષના બે બાળકો પણ છે. હવે તે સ્કૂલમાં કાર્યક્રમોમાં સહાયક તરીકે કામ નહીં કરી શકે.
મહિલા જાેકે સ્કૂલના પ્રતિબંધથી નારાજ છે. મહિલાનુ કહેવુ છે કે, મને હવે સ્કૂલના કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી નથી. મેં સ્કૂલ સામે કેસ કર્યો છે.SSS