પોર્ન સાઇટ જાેવા ના મોહમાં ઘણા યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા
રાજકોટ: ૨૧મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઈન છેતરપીંડીના કેસ પણ વધી રહ્યા છે તાજેતરમાં પોર્ન સાઇટ જાેવાના કેટલાક શોખીન ગોંડલના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને સાથે ધમકી પણ અપાય છે કે જાે માગ્યા મોઢે રૂપિયા નહીં આપો તો તમારા નગ્ન ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવશે.
ગોંડલના કોટડાસાંગાણી એસઆરપી રોડ, કૈલાશબાગ સોસાયટી, ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરના અન્ય વિસ્તારમાં રહેતા પોર્ન સાઇટ જાેવા ના શોખીન યુવાનો વયસ્કો છેતરાવા સાથે લાખો રૂપિયાના તોડ નો ભોગ બન્યા છે પોર્ન સાઇટ ઉપર લાઈવ સુંદરી આવતી હોય છે
જાેનારને ઓફર કરે છે કે “એક કપડું હું કાઢું અને એક કપડું તું કાઢ” આવેશ માં આવેલા ઘણા લોકો હવે ભૂલ કરી જતા હોય છે સામે થી યુવાનનું વિડીયો શુટીંગ અને ફોટોગ્રાફી કરી લેવામાં આવે છે ગણતરીની મિનિટો પછી તુરંત જ ધમકીભર્યા એસએમએસ આવે છે અને પૈસાની માંગ કરાઇ છે જાે માંગ સંતોષવામાં ન આવે તો તમારા નગ્ન વીડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાનું જણાવાયું છે.
ઉપરોક્ત બનાવો અંગે સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ જાડેજાએ જણાવ્યું હતું કે પોર્ન સાઇટ છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે બે-ચાર કિસ્સાઓમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદો પણ થઈ છે આ તકે નૌજવાનો અને વયસ્કોને ખાસ સુચના આપવામાં આવે છે કે આવી પોર્ન સાઇટ જાેવાનું ટાળો અન્યથા તમે છેતરપિંડીનો ભોગ બનશો.