પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે ઘરફોડ ચોરીના બે બનાવ
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે પોલીસના નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે શહેરમાં વધુ ત્રણ સ્થળોએ ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટી છે. ઘરફોડ ચોરીનો પહેલો બનાવ સરદારનગર વિસ્તારમાં બન્યો છે
જેમાં ભીલવાસ પાણીની ટાંકી પાસે રમેશદત્તની કોલોનીમાં રહેતા આશાબહેન ભગવાનદાસે ફરિયાદ નોંધાવી છે કે તા.ર૮મીના રોજ સાંજે ૭.૦૦ વાગ્યાથી તા.ર૯મીના રોજ સવારના ૬.૦૦ વાગ્યા દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં ઉપરના માળેથી પ્રવેશ કરી ઘરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧ લાખથી વધુની માલમત્તાની ચોરી કરી છે આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર વધુ તપાસ ચલાવી રહયા છે.
ઘરફોડ ચોરીનો બીજા બનાવ દાણીલીમડા વિસ્તારમાં બન્યો છે આ ઘટનાની વિગત એવી છે કે બોમ્બે હોટલ પાસે આઈસા રેસીડેન્સીમાં રહેતા અલ્તાફ હુસેન શેખ ના મકાનમાં રાત્રિના સમયે મકાનની બારી ખુલ્લી હતી તેમાં તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં મુકેલી સોનાની બે વીંટી તથા અન્ય દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.પ૦ હજારની મત્તાની ચોરી કરી છે આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. દાણીલીમડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.