પોલીસની આઠ ટીમો કામે લાગી છતાં 2.6 કરોડની ચોરીના 36 કલાકે પણ કોઈ સગડ મળ્યાં નથી
જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ નીચે આઠ ટીમો કામે લાગી -છાપી નજીકથી ૨.૬ કરોડની ચોરીના ૩૬ કલાકે પણ કોઈ સગડ ન મળ્યાં -પોલીસે ટોલપ્લાઝા સહિત વિવિધ સ્થળોના સી.સી.ટી.વી. ફૂટેજ ખંગોળ્યાં
છાપી, બનાસકાંઠાના છાપી નજીક એક હોટલ ઉપર ઉભેલી બસમાંથી ૨ કરોડ સાંઈઠ લાખના દાગીના ભરેલ બેગની ઉઠાંતરી થતાં જિલ્લાની પોલીસ હરકતમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. જાેકે ચોરીને ૩૬ કલાક વિતવા છતાં કોઈ સુરાગ ન મળતાં અનેક સવાલો ઉભા થયા છે.
વડગામ તાલુકાના છાપી નજીક આવેલ હોટલ શ્રીરામ ઉપર રાજસ્થાન રોડવેઝની બસમાં અમદાવાદ સ્થિત અશોકકુમાર અંબાલાલ પટેલની આંગડિયા પેઢીના બે કર્મીઓ પાંચ કિલો સોનાના દાગીના પાર્સલ લઈ રાજસ્થાન રોડવેઝની બસમાં શુક્રવારે રાજસ્થાન જઈ રહ્યાં હતા
તે દરમિયાન નજર ચૂકવી થેલા ચોરી બે ગઠિયા ફરાર થયાની ઘટનાને ૩૬ કલાક વિતવા છતાં પોલીસે કોઈ સુરાગ ન મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સમગ્ર બનાવને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલની સીધી દેખરેખ નીચે ડીવાયએસપી સુશીલકુમાર અગ્રવાલ દ્વારા હ્યુમન ઈન્વેસ્ટિગેશન અને ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન સહિત જિલ્લાના વિવિધ પોલીસ મથકના પી.આઈ.તેમજ એલસીબી, એસઓજી
અને છાપી પીએસઆઈ એસ.ડી.ચૌધરીની ટીમો ચોરીનું પગેરું મેળવવા કામે લાગ્યો હોવાનું જાણવા મળે છે. છાપી સહિત બનાસકાંઠા પોલીસ વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ કરી રહી છે. છાપી નજીકથી ૨.૬ કરોડની ચોરીને લઈ પોલીસે શંકાસ્પદ કોળી સ્કોર્પિયોની તપાસ હાથ ધરી
છેક રાજસ્થાન તેમજ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળો સુધી શરૂ કરી છે. જાે કે હજુ સુધી પોલીસને કોઈ સુરાગ મળ્યો ન હોવાનું જાણવા મળે છે. પાંચ કિલો સોનાના દાગીનાની ચોરી થયાની ઘટના બાદ બનાસકાંઠા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ટોલપ્લાઝા તેમજ અન્ય જગ્યાએથી સીસીટીવી ફૂટેજ મેળવી ગુનોનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત હાથ ધરી છે.