પોલીસની ‘તોડબાજી’ નો નવો ટાર્ગેટ પાન પાર્લર
આર્યુર્વેદિક હર્બીના નામે મળતાં પ્રવાહીનો નશો વેચતા પાન પાર્લરના માલિકો પાસેથી કટકી કરવામાં આવે છે: પ્રવાહીમાં સેલ્ફ જનરેટ આલ્કોહોલ હોવાથી લોકો તેનો નશો કરી રહ્યાં છે
અમદાવાદ, પોલીસને જ્યાં પણ કટકી કરવા મળે ત્યાં કટકી કરવા માટેનોએક પણ મોકો છોડતી નથી. અમદાવાદના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓએ હવે પાન પાર્લરના માલિકોને કટકી કરવા માટે ટાર્ગેટ કરી રહ્યાં છે. અમદાવાદનાં કેટલાંક પાન પાર્લરમાં હર્બલ પ્રવાહીના નામે નશો વેચાઈ રહ્યો છે.
જેનો ફાયદો ઉઠાવીને પોલીસ કર્મચારીઓ કેસ કરવાને બહારને હજારોમાં તોડ કરી રહ્યાં છે. હર્બલ પ્રવાહીમાં સેલ્ફજનરેટ આલ્કોહોલ હોવાથી હવે યુવાનો તેને પીને નશો કરી રહ્યાં છે. અલગ અલગ બ્રાન્ડનું હર્બલ પ્રવાહી પાન શોપમાં મળી રહ્યું છે.
નશાની લત ધરાવનાર લોકો નશો કરવા માટે કોઈ પણ હદે જતા હોય છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે પોલીસની મિલી ભગતથી બુટલેગરો ચોરી છૂપીથી દારૂનો ધંધો જાેરશોરથી કરી રહ્યાં છે. પરંતુ દારૂનો ભાવ વધારે હોવાના કારણે કેટલાક લોકો દારૂની જગ્યાએ અન્ય ચીજવસ્તુઓનો નશો કરીને પોતાનો શોખ પૂરૂ કરતા હોય છે. શહેરમાં આવેલા પાન પાર્લરમાં આયુર્વેદને નામે નશીલા પ્રવાહીનું વેચાણ જાેરશોરથી ચાલી રહ્યું છે.
આયુર્વેદિક હર્બલ ટોનિક (દ્રાક્ષાસવ) માં સેલ્ફ જનરેટ ૯.૧૧ ટકા આલ્કોહોલ હોવાને કારણે વ્યસનીઓ હવે દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થ છોડીને હર્બલો ટોનિકનાં સેવન તરફ વળ્યા છે. આર્થિક રીતે નબળા લોકો નશો કરવા માટે કેટલીક એવી જ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે.
જે અંગે લોકોએ સપનામાં પણ વિચાર્યુ ન હોય. દારૂ તેમજ ડ્રગ્સની કિંમત વધુ હોવાને કારણે લોકો પેટ્રોલ, આયોડેક્સ, સાહી, વાઈટર જેવા પદાર્થો ખાઈને નશો કરી રહ્યાં છે તો કેટલાક લોકો દેશી દારૂની પોટલીઓ પી રહ્યાં છે. નશાની કોઈ ચીજ વસ્તુઓ મળે નહીં ત્યારે મેડિકલ સ્ટોર પર આસાનીથીમળતાં કફ સિરપનો પણ ઉપયોગ કરેછે.
વ્યસનીઓ કોઈ પણ રીતે નશો કરવાની ટેકનિક શોધી લેતા હોય છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક વ્યસનીઓ હવે હર્બલ ટોનિકના નામે મળતા પ્રવાહીને નશો કરવા માટે ઉપયોગમાં લઈ રહ્યાં છે. શહેરના અનેક પાન પાર્લર કોલ્ડ ડ્રિંકસની આડમાં હર્બલને નામે પ્રવાહી વેચી રહ્યાં છે.
જેમાં સેલ્ફ જનરેટેડ ૯.૧૧ ટકા આલ્કોહોલ હોય છે. આલ્કોહોલના કારણે નશો થતો હોવાથી આયુર્વેદિક હર્બલ ટોનિક વેચી શકાય નહીં. હર્બલ ટોનિકનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે તો તે હેલ્થ માટે ઉપયોગી છે પરંતુ નશો કરનાર લોકો તેને દારૂની જેમ સેવન કરી રહ્યાં છે.