Western Times News

Gujarati News

પોલીસની હાજરીમાં દલિત યુવકના વરઘોડા પર પથ્થરમારો

અમદાવાદ, ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એક દલિત વરરાજાના વરઘોડાને રોકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દલિત યુવક ઘોડા પર બેસીને લગ્ન માટે જઈ રહ્યો હોવાને કારણે જાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, ગામના સરપંચ સહિત કુલ ૨૮ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે સોમવારના રોજ પાલનપુર તાલુકાના મોટા ગામ ખાતે આ ઘટના બની હતી. પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પણ થઈ છે.

IPCની કલમ ૧૪૩, ૫૦૬ સહિત અન્ય હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસીપી કુશલ ઓઝા જણાવે છે કે, ઘટનાના એક દિવસ પછી ગઢ પોલીસ સ્ટેશનમાં એસસી-એસટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે. ડીસીપી કુશલ ઓઝાએ જણાવ્યું કે, જ્યારે વરઘોડો ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમુક અજાણ્યા શખ્સોએ ૨-૩ પથ્થર તેમના પર માર્યા. આ પથ્થરમારામાં વરરાજાના એક સંબંધીને ઈજા પહોંચી. અમે એફઆઈઆર નોંધી લીધી છે અને સમગ્ર મામલાની તપાસ જીઝ્ર/જી્‌ સેલના ડીવાયએસપીને સોંપી છે.

હજી સુધી આ કેસમાં એક પણ ધરપકડ કરવામાં નથી આવી.વિરાભાઈ સેખાળિયા નામના એક વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. વિરાભાઈએ ૭ ફેબ્રુઆરીના રોજ પોતાના નાના દીકરા અતુલના લગ્ન નજીકના ગામમાં રહેતી એક યુવતી સાથે કરવાની યોજના બનાવી હતી.

જ્યારે ગામના સરપંચ ભરતસિંહ રાજપૂત તેમજ અન્ય વડીલોને જાણ થઈ કે અતુલ પોતાની જાનમાં ઘોડા પર બેસીને જવાનો છે તો તેમણે તેના પિતા વિરાભાઈને બોલાવીને કહ્યું કે, ઘોડા પર જાન લઈને જવાનો વિચાર પડતો મૂકો નહીં તો માઠા પરિણામ ભોગવવા પડશે.

વિરાભાઈએ પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, જ્યારે અમારો પરિવાર ર્નિણય પર અડગ રહ્યો તો સરપંચે રવિવારના રોજ ગામના લોકોની મીટિંગ બોલાવી જેમાં ૨૭ અન્ય લોકોએ પણ જાહેરમાં અમને કહ્યું કે એસસી સમાજના લોકો જાનમાં ઘોડા પર બેસીને ન જઈ શકે.

આ સાંભળીને વિરાભાઈના પરિવારે વરરાજાને ઘોડા પર બેસાડવાનો વિચાર પડતો મૂક્યો અને પોલીસ સુરક્ષાની પણ માંગ કરી. જ્યારે વરઘોડો ગામની દૂધની દુકાન પાસે પહોંચ્યો ત્યારે આરોપીઓએ જાનૈયાઓના સાફા પહેરવા સામે વાંધો પાડ્યો અને જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો. આટલુ જ નહીં, તેમના પર પથ્થરમારો પણ કર્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.