પોલીસને ધક્કો મારી રીઢો આરોપી કાલુપુર પોલીસ સ્ટેશનમાંથી ભાગ્યો
ચોરીના ગુનામાં બે દિવસ પહેલાં જ લવાયો હતો |
અમદાવાદ :અમદાવાદ પોલીસ મથકમાંથી આરોપી ભાગી જવાની વધુ એક ઘટના આજે સવારે નોધાઈ છે મૂળ રાજકોટના આરોપીને ચોરીના ગુનામા કાલુપુર પોલીસ મથકે લાવવામા આવ્યો હતો જા કે આજે વહેલી સવારે બહાનું કરીને લોકઅપની બહાર આવ્યા બાદ રીઢો ગુનેગાર પોલીસને ધક્કો મારીને ભાગી જતા ચકચાર મચી છે.
આ અંગેની વિગત એવી છે કે મળ રાજકોટના કાલાવાડની રહેવાસી એજાજ ઉર્ફે અજલો દાઉદ રીઢો ચોર છે પોલીસે તેને થોડા દિવસ અગાઉ પકડાયા બાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુના નોધાયેલા હોઈ ટ્રાન્સફર વોરટનાં આધારે બે દિવસ પહેલા જ તેને કાલુપુર પોલીસ સ્ટેશન લાવાયો હતો તથા ચોરીના ગુનામાં તેની તપાસ ચાલુ હતી. દરમિયાન આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે એજાજે પોતે બિમાર હોવાનુ નાટક કર્યુ હતુ ઉપરાંત તેને માથામાં વાગ્યુ હતુ જેના કારણે ટાકા પણ આવ્યા હતા જેથી હાજર પોલીસ કર્મચીઓએ તેને લોકઅપની બહાર કાઢ્યો હતો.
જા કે બિમારીનું નાટક કરી રહેલાં એજાજે તક મળતાં જ પોલીસ કર્મીઓને ધક્કો મારીને પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો જેની પાછળ પોલીસ જવાનો ભાગ્યા હતા જા કે હજુ સુધી તે પોલીસને હાથે ઝડપાયો નથી.
નોંધનીય છે કે તે થોડાં વખત અગાઉ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાંથીત પણ નાના બાળકને ખવડાવાના બહાને મહીલા આરોપી ભાગી ગઈ હતી ત્યારે વધુ એક વખત આરોપી ભાગી જતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.