Western Times News

Gujarati News

પોલીસને રાજ કુન્દ્રા દેશ છોડી ભાગી જાય તેવો ડર સતાવે છે

મુંબઈ: પોર્ન ફિલ્મો બનાવવાના કાંડમાં જેલની હવા ખાઈ રહેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

જાેકે રાજ કુન્દ્રાએ જામીન માટે કોર્ટ સમક્ષ અરજી કરી છે અને તેની સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાને જામીન આપવાનો વિરોધ કર્યો છે. પોલીસે કોર્ટને કહ્યુ છે કે, જાે રાજ કુન્દ્રાને જામીન આપવામાં આવ્યા તો અમને લાગે છે કે, તે પણ કદાચ મહેલુ ચોક્સી અને નિરવ મોદીની જેમ વિદેશ ભાગી શકે છે.મુંબઈ પોલીસ પોર્ન ફિલ્મોના રેકેટમાં રાજ કુન્દ્રા જ માસ્ટર માઈન્ડ હોવાનુ માની રહી છે. આ રેકેટના તાર વિદેશ સુધી જાેડાયેલા હોવાની પોલીસને આશંકા છે. સાથે સાથે રાજ કુન્દ્રા બ્રિટિશ નાગરિક પણ છે ત્યારે પોલીસને લાગે છે કે, જામીન મળતા જ તે બ્રિટન ભાગી જવાનો ડર છે.

રાજ કુન્દ્રાએ જામીન માટે જે દલીલ કરી છે તેમાં તેમનુ કહેવુ છે કે, પોલીસે એપ્રિલમાં આ મામલામાં ચાર્જશીટ રજૂ કરી હતી અને તે વખતે મારૂ નામ તેમાં હતુ નહીં. બીજી તરફ ચાર્જશીટમાં જેમના નામ છે તેમને જામીન મળી ચુકેલા છે.પોલીસનુ કહેવુ છે કે, રાજ કુન્દ્રાને જામીન મળ્યા તો સમાજમાં ખોટો સંદેશ જશે અને આ પ્રકારના અપરાધો ફરી પણ થવાની શક્યતા રહેશે. કુન્દ્રાની જામીન અરજી પર ૨૦ ઓગસ્ટે વધુ સુનાવણી થવાની છે. હાલમાં તો તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.