પોલીસે અડાલજથી માણસા કારનો પીછો કરી ૩૩ પેટી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડયો
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે અડાલજ ત્રી મંદિર થી માણસાનાં પૂધરા સુધી ફિલ્મી ઢબે કારનો પીછો કરીને કારમાંથી ૩૩ પેટી તેમજ ૧૬૦ નંગ છૂટક વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. તેમજ કુલ રૂ. ૭ લાખ ૭૦ હજારનો મુદામાલ જપ્ત કરી લીધો છે.
પોલીસે વિદેશી દારૂ ભરેલી કારનો સતત પીછો ચાલુ રાખતા બુટલેગરે કાર પરનો કાબૂ ગુમાવી દઈ કારને ઝાડ સાથે અથડાવી દીધી હતી. બાદમાં બે પૈકી એક ઈસમને વનરાજી વિસ્તારમાં પીછો કરીને પકડી લેવામાં આવ્યો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે અડાલજ ત્રી મંદિર થી માણસાનાં પૂધરા સુધી ફિલ્મી ઢબે કારનો પીછો કરીને કારમાંથી ૩૩ પેટી તેમજ ૧૬૦ નંગ છૂટક વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
એલસીબીએ તેની પુછતાછ કરતા તેણે પોતાનું નામ સુરેશ મોહનભાઈ સરગડા (રહે. ડોહુંવા, સિરોહી, રાજસ્થાન) તેમજ ફરાર ઈસમનું નામ નરપતસિંહ (ગીરવર, સિરોહી) હોવાનું જણાવ્યું હતું. જ્યારે અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૩ પેટીઓ તેમજ ૧૬૦ નંગ છૂટક દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી સુરેશની કડકાઈથી પૂછતાંછ શરૂ કરતાં ઉક્ત વિદેશી દારૂનો જથ્થો સિરોહી ગીરવરનાં અશોક ઉર્ફે અશ્વિન રૂપારામ પ્રજાપતિએ નરપતસિંહને કારમાં ભરી આપ્યો હતો આ દારૂના જથ્થો ભરેલી કાર અમદાવાદ શાહપુરનાં અલ્તાફ કઠીયારાને અમદાવાદ રીંગ રોડ પહોંચી ફોન કરીને આપી દેવાની હતી અને તેમને નજીકની હોટલમાં રોકાણ કરવાનું હતું.
વિદેશી દારૂનો જથ્થો ખાલી કર્યા પછી કાર અલ્તાફ પરત આપી જવાનો હતો. જે પહેલા જ એલસીબીના હાથે ઝડપાઈ જતાં વિદેશી દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ ૭.૭૦ લાખનો મુદામાલ જપ્ત કરી ઉક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.