પોલીસે કારને લોક મારતાં સાંસદ બાઈક પર ઘરભેગા

ખંડવા, ઈન્દોર લોકસભા મતવિસ્તારથી ભાજપના સાંસદ શંકર લાલવાણીનું ચલન કાપવામાં આવ્યું છે. સોમવારે ટ્રાફિક પોલીસે ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીના વાહનને ખંડવામાં મોટર વાહન નિયમોના ભંગ બદલ રૂ. ૧૫૦૦ રૂપિયાનો મેમો આપીને દંડ ફટકાર્યો હતો. ત્યાં ૩૦ ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી છે. આ કારણે આદર્શ આચારસંહિતા અમલમાં છે.
ખંડવા ટ્રાફિક પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર, અમે ખંડવા શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તાર બોમ્બે બજારમાં એક વાહન પાર્ક કરેલું જાેયું, જેમાં હૂટર અને તેના નટ બોલ્ટ સાથેની ‘સાંસદ ઇન્દોર’ લખેલા નંબર હતો. વાહનમાં આવી નેમપ્લેટ અને હૂટર મુકવું એ મોટર વાહન નિયમોનું ઉલ્લંઘન છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સાંસદ તે સમયે હોટલમાં જમવા માટે ગયા હતા. તેમણે કહ્યું કે આ ઉલ્લંઘન પર જુદી જુદી કાનૂની જાેગવાઈઓ હેઠળ ઈન્દોર સાંસદના ડ્રાઈવર પાસેથી સ્થળ પર કુલ ૧,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રાફિક પોલીસે ઈન્દોર સાંસદની કારનું એક ટાયર તાળું મારી દીધું હતું અને ચલણની રકમ ચૂકવ્યા બાદ જ તેને ખોલવામાં આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ એમ પણ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન લાલવાણી તેમના વાહનમાં નહોતા અને બાદમાં તેઓ મોટરસાઇકલ પર એક વ્યક્તિની પાછળ બેઠા બાદ તરત જ ઘટનાસ્થળ પરથી રવાના થઈ ગયા હતા.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલવાણી ખંડવા લોકસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ખંડવા ગયા હતા. તેમના વાહન પર ટ્રાફિક પોલીસની ચલન કાર્યવાહી સંદર્ભે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી.SSS