Western Times News

Gujarati News

પોલીસે ચાલુ વર્ષ દરમ્યાન ૪૫ કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસેથી વસૂલ્યો

અમદાવાદ: અમદાવાદમાં કોરોના કાળ પછી બેદરકાર બનેલા શહેરીજનોને ચેતી જવાની જરૂર છે. કારણ કે હવે જાે ટ્રાફિકનાં નિયમોનું પાલન નહીં કરો તો દંડ ભરવો પડશે. ટ્રાફિક વિભાગે નિયમોનો ભંગ કરતા શહેરીજનો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ચાલુ વર્ષે કોરોના કાળમાં થોડોક સમય માટે ઈ-ચલણ બંધ કરાયું હતું છતાં પણ પોલીસે ચાલુ વર્ષ દરમ્યાન ૪૫ કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસેથી વસૂલ્યો છે.

કોરોનાની બીજી લહેર આવતા જ શહેરીજનો લોકડાઉન અને અનલોક વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નિકળતા જાેવા મળી રહ્યાં છે. ત્યારે હવે નિયમોનું પાલન ન કરવું તમને ભારે પડી શકે છે. કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ-ચલણ આપવાની કામગીરીને ફરી વાર પહેલાંની જેમ વેગવાન બનાવી છે. હાલમાં રોજનાં ૨ હજારથી ૨૫૦૦ ઈ-ચલણ ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા લોકોને મોકલવામાં આવી રહ્યાં છે. જેથી હેલ્મેટ વિના, સીટ બેલ્ટ પહેર્યા વિનાં તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહનો ચલાવનાર લોકો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં ટ્રાફિક ડીસીપીનાં ૫-૫ સ્કવોર્ડ બનાવવામાં આવ્યાં છે. જે સ્ક્વોર્ડ અલગ-અલગ પોઈન્ટ ઉપર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણ વસૂલવાની કામગીરી કરી રહી છે. ત્યારે ૨૮મી જુલાઈની એક જ દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં ૨૩૬૯ ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યાં હતાં. જેમાં દંડની રકમ ૧.૫૭ લાખ થાય છે.

ત્યારે ચાલુ મહિને ૧૯.૮૭ લાખની ઈ-ચલણની દંડની રકમ વસૂલવામાં આવી છે, જ્યારે ૪૪ લાખની રકમ હજુ સુધી શહેરજનો પાસે વસૂલવાની બાકી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪૫ કરોડ રૂપિયા ટ્રાફિક વિભાગે ઈ-મેમોનાં દંડ તરીકે વસૂલ્યાં છે જ્યારે હજુ પણ ૧૫૪ કરોડ રૂપિયાનાં દંડ વસૂલવાનાં બાકી છે.

મહત્વનું છે કે શહેરમાં દરરોજ એક લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે. ત્યારે હજુ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈટમાં વાહનો ચલાવતા જાેવા મળે છે. ત્યારે આગામી દિવસમાં ટ્રાફિક વિભાગ ર્ઁંજી મશીન સાથે રોડ પર ઊભી રહીને બાકી રહેલા ઈ-ચલણની રકમ લોકો પાસેથી વસૂલ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.