પોલીસે ત્રીજી વખત નિહંગોના રિમાન્ડની માગ ન કરી: ચારેયને 14 દિવસ માટે જેલ મોકલ્યા

લખીમપુર, હરિયાણામાં સિંધુ બોર્ડર પર યુવકની ક્રુરતાથી હત્યાના મામલે સરેન્ડર કરનારા નિહંગોની પોલીસે પૂછપરછ પૂર્ણ કરી લીધી છે. પોલીસે ચારેય નિહંગોને સોમવાર બપોરે 2:40 વાગ્યે સોનીપત કોર્ટમાં રજૂ કર્યા જ્યાં લગભગ દોઢ કલાક ચાલેલી સુનાવણી પછી ચારેય આરોપીઓને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડી અંતર્ગત જેલ મોકલી દેવાયા છે.
સોમવારે ચારેય નિહંગોને 8 નંબરની કોર્ટમાં જજ અરવિંદની સામે રજૂ કરવામાં આવ્યા. સુનાવણી પછી બહાર આવેલા નિહંગોના વકીલ ભગવંત સિંહ સિયાલના જણાવ્યા મુજબ, પોલીસે કોર્ટમાં પોતાની ઈન્વેસ્ટિગેશન પૂર્ણ થયું હોવાનું જણાવ્યું છે.
કોર્ટમાં ચારેય આરોપીઓ પર લગાડવામાં આવેલી કલમ અંગે પણ ચર્ચા થઈ. જે બાદ પોલીસ દ્વારા લગાડવામાં આવેલી કેટલીક ધારાઓ જેવીકે આર્મ્સ એક્ટ, એસસી/એસટી એક્ટ સહિતની કેટલીક કલમને હટાવવામાં આવી છે. સિયાલે દાવો કર્યો કે આ કેસમાં એસસી/એસટી એક્ટ લાગુ નહીં થાય. આર્મ્સ એક્ટ હટાવવાનનું કારણ તેનું નોટિફિકેશન નહીં હોય. ચારેય આરોપીઓને હવે 8 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગથી થશે. નિહંગોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે મીડિયાને કોર્ટ પરિસરમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી.