Western Times News

Gujarati News

પોલીસે યોજેલ રન ફોર યુનીટીમાં પોલીસે અને શહેરીજનોએ દોડ લગાવી 

પોલીસ શહીદ નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો પૈકી રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.મોડાસા ખાતે યોજાયેલી રન ફોર યુનિટીમાં જિલ્લા પોલીસના જવાનો તેમજ શહેરીજનો જોડાયા હતા

મેરેથોનને સાંઇ મંદિરથી જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતે ફ્લેગ ઑફ કરીને દોડની શરૂઆત કરાવી હતી. સાંઇ મંદિરથી શરૂ થયેલી દોડની જે.બી.શાહ સ્કૂલમાં પૂર્ણ થઇ હતી.

એસપીસંજય ખરાતે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અને પોલીસ અધિકારીઓ અને જવાનની તંદુરસ્તી જળવાઇ રહે તે હેતુથી રન ફૉર યુનિટી યોજવામાં આવી હતી.

પોલીસશહીદ દિન ઉજવણીના ભાગરૂપે રન ફૉર યુનિટીનું આયોજન જિલ્લા પૉલિસ દ્વારા કરાયું હતું.

અરવલ્લી પોલીસ ભવન ખાતે દશેરાના દિવસે પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એસપી સંજય ખરાત અને પોલીસ અધિકારીઓની હાજરીમાં શસ્ત્રોની સાથે વાહનોની પૂજા કરવામાં આવી હતી

વિજયાદશમી નિમિત્તે ભરૂચ જીલ્લા પોલીસ ભવન ખાતે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન રામચંદ્રજીએ આસૂરી શક્તિ ધરાવતા રાવણને હણીને વિજય પ્રાપ્ત કર્યો હતો.

તે  દિવસને ભારતમાં વિજયદશમી એટલેકે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી પોલીસ ભવન ખાતે પ્રતિવર્ષ શસ્ત્ર પૂજન કરાય છે.

એસપી સંજય ખરાતની હાજરીમાં પોલીસ વિભાગના શસ્ત્રોની શાસ્ત્રોકત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી.પોલીસવડા સંજય ખરાતે  જણાવ્યું હતું કે, શસ્ત્રો થકી સમાજની સુરક્ષા અને સેવા કરવાની શકિત મળી છે અને આજના દશેરાના પાવન અવસરે શસ્ત્રોની પૂજા કરી ધન્યતા અનુભવ કરી રહયો છું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.