પોલીસે ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જાહેર કર્યું
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરથી આતંકીઓના સફાયા માટે સુરક્ષાદળ સતત ઓપરેશન ક્લીન ચલાવી રહ્યાં છે. જે હેઠળ ઘાટીમાં ગભરાટ ફેલાવનાર કુખ્યાત આતંકીઓને ઢેર કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસએ ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે. લિસ્ટમાં નવા-જૂના બંને આતંકીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઘાટીમાં આતંક ફેલાવવાના પ્રયાસમાં લાગેલા આતંકવાદી અલગ-અલગ સંગઠનો સાથે જાેડાયેલા છે. પોલીસ તેને પકડવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
આઈજી કાશ્મીર પોલીસ વિજય કુમારએ જે ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી કર્યું છે તેમાં કેટલાક નવા અને જૂના નામ સામેલ છે. લિસ્ટમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુઝાહિદ્દીન અને અલ બદ્રના આતંકીઓ સામેલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસની આ લિસ્ટમાં જૂના આતંકીઓમાંથી સલીમ પર્રે, યૂસુફ કાન્ટ્રો, અબ્બાસ શેખ, રેયાઝ શેટરગુંડ, ફારૂક નાલી, જુબૈર વાની અને અશરફ મોલવીનું નામ સામેલ છે.
આ લિસ્ટમાં નવા નામ સાકિબ મંજૂર, ઉમર મુસ્તાક ખાંડે અને વકીલ શાહ છે. આ વચ્ચે જમ્મુમાં ડ્રોનથી ડર ફેલાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. સોમવારે સાંજે હીરાનગર સેક્ટરના બનિયાડીમાં ડ્રોન જાેવા મળતા હડકંપ મચી ગયો હતો. જાણકારી પ્રમાણે ચાર જગ્યા પર સુરક્ષાદળોના ઠેકાણા ઉપર ડ્રોન જાેવા મળ્યા હતા, ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.