પોલીસે ૧૫૦ કિલો ગૌમાંસ સાથે એક શખ્સની ધરપકડ કરી
અમદાવાદ, ગૌવંશની કતલ ઉપર પ્રતિબંધ હોવા છતાં પૂર્વ વિસ્તારમાં ગાયોની ચોરી કરીને ગેરકાયદેસર રીતે કતલ કરવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે, નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે બાગેકૌશર પાસેની દુકાનમાંથી રૃા. ૩૭,૫૦૦ની કિંમતનો ૧૫૦ કિલો ગૌમાંસનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.
આ બનાવની વિગત એવી છે કે નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે સાંજે બાગેકૌશર પાસે કૌશર મસ્જીદ નજીક આસીયાના પાર્ક પાસે આવેલી મટનની દુકાનમાં દરોડો પાડયો હતો. પોલીસેને જાેઇને આરોપીઓએ દુકાન ખુલ્લી મુકીને નાસભાગ મચાવી મૂકી હતી. પોલીસે પૂછો કરીને દાણીલીમડા બહેરામપુરા ખાતે રામ રહિમના ટેકરા નજીક આવેલા ચાર માળિયા મકાનમાં રહેતા અશરફ અસ્લમભાઇ કુરેશીને ઝડપી પાડયો હતો.
ત્યારબાદ દુકાનમાં તપાસ કરતાં તેમાંથી ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા અને રૃા. ૩૭,૫૦૦ની કિંમતનો ગૌવંશના માંસનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને એફએસએલમાં મોકલી આપ્યો હતો. એફએસએલ રિપોર્ટમાં માંસ ગૌશનું હોવાનું સાબિત થયું હતું. પોલીસે ફરાર નારોલમાં બાગે કૌશર સામે કેનાલ પાસે સંજરી પાર્કમાં રહેતા મો.બિલાલ ઉર્ફે બટકો કરસાઇ સામે ગુનો નોંધી તેની ધરકપડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.HS3KP