પોલીસ અધિકારીઓને મેડિકલ કારણો સિવાય રજા નહીં મળે
અમદાવાદ, દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક બનતી જઈ રહી છે તેને લઈને સરકાર ચિંતિત છે તેમાંય વળી દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં તો જાણે કે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા અર્થતંત્ર પાટા ઉપર ચડે તેના માટે અનલોક કરી દેવામાં આવ્યું છે. અનલોક દરમિયાન કાયદાનું પાલન થાય તેના માટે પોલીસની જવાબદારી વધી ગઈ છે. આ પરિસ્થિતિમાં કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી એ રજા ના માગવા માટે સરકાર દ્વારા આદેશ જારી કરાયા છે.જેના અનુસંધાનમાં ગૃહ વિભાગના અધિક સચિવ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે મેડિકલ કારણ સિવાય કોઈપણ પોલીસ અધિકારીએ કે કર્મચારીએ રજા માગવી નહીં.