Western Times News

Gujarati News

પોલીસ કર્મીઓને સાત્વીક ભોજન મળી રહે તે માટે નવસારી પોલીસ વડા દ્વારા ભોજનનું આયોજન

નવસારી જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોરોના વાયરસ જેવી મહામારીને અટકાવવાના પ્રયાસ અંગે નવસારી જીલ્લાના પોલીસ વડા શ્રી ગીરીશ પંડયા સલામત રાખવાના મક્કમ નિર્ધાર સાથે રોડ પર ખડે પગે ઉભા રહી ફરજ બજાવતી પોલીસ કર્મીઓના સ્વાસ્થય અંગેની કાળજી રાખવા સાત્વીક ભોજન મળી રહે તે માટે નવસારી પોલીસ વડા ગીરીશ પંડ્યા દ્વારા ભોજનનું આયોજન તા. 30-03-2020થી સમસ્ત મોઢ ઘાંચી પંચની વાડી નવસારી ખાતે તૈયાર કરાવવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત અનાધાર પરિવાર માટે દૈનિક ત્રણ ટાઈમ આશરે 1000 નંગ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિને સહકાર આપવા માટે નવસારી જીલ્લાના ડાયમન્ડ મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ શ્રી કમલેશ માલાણી તેમજ અનિલભાઈ ડોનેશન લાવી સહભાગી બન્યા હતા.

આ ઉપરાંત નવસારી જીલ્લા એજયુકેશન ટ્ર્સ્ટના પી.આઈ. શ્રી હિતેન્દ્રસિંહ રાઉલજી, ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગાંધી, ટ્રસ્ટી પિયુષભાઈ નાગરજીભાઈ પટેલ (સામરફળીયા), મધુભાઈ કથિરીયા, ગૌતમભાઈ મહેતાએ આ સેવા કાર્યમાં ખડેપગે મોઢ ઘાંચી પંચની વાડીમાં ફરજ બજાવી વિતરણ વ્યવસ્થા કરવામાં મદદરૂપ બન્યા હતા.

આ ઉમદા કાર્યમાં નવસારી જીલ્લા પોલીસ વડા ગીરીશભાઈ પંડયા તેમજ તેમના ધર્મપત્નિ પીનલબેન પંડ્યા જેઓ પૂરેપીર કોરોના વાયરસની સાવચેતી માટે શાળામાં આવી તૈયાર થયેલા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી વિતરણ વ્યવસ્થાનું સંચાલન કરાવે છે. આ કાર્ય માટે ગીરીશભાઈ તથા તેમના પત્નિ પિનલબેન પંડયાની કામગીરી સમગ્ર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે.

કોરોના વાયરસની મહામારી સામે લડતા પોલીસના જવાનો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ માટે સરદાર પટેલ હોસ્પિટલના સહયોગથી એક મેડિકલ ચેકઅપ વાન બંદોબસ્તમાં ઉભા રહેલા પોલીસના જવાનોને તેમના સ્થળે જઈ ચેકઅપ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેમજ નવસારી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે પણ ખાસ હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતું. આ કામગીરી નવસારી જીલ્લાના તમામ લોકેશન પર જઈ તેમની તપાસ કરવામાં આવે છે.  કોવીડ-19 કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે ગીરીશ પંડયા તેમજ પીનલબેન પંડ્યા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.