પોલીસ કામગીરી તેમજ તેમના જીવનમાં અંગત ગાથા રજૂ કરતી “વિજય પથ”
શૈલેષ શાહની આ ફિલ્મ ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે
(પ્રતિનિધિ) નડિયાદ, સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવતી એકશન ગુજરાતી ફિલ્મ ‘વિજય પથ’ને ઠેર ઠેર સારો પ્રતિસાદ મળી રહયો છે આ ફિલ્મમાં ગુજરાત પોલીસની કામગીરી અને અંગત જીવનને દર્શાવતી ફિલ્મ છે જેમાં ખરેખર ગુજરાત પોલીસને સલામ છે ગુજરાત પોલીસ લોકોના જાનમાલની રક્ષા માટે રાત-દિવસ જાયા વગર કામ કરતી અને પ્રજા સાથે સીધી કે આડકતરી રીતે સંપર્ક ધરાવતી પોલીસની કામગીરી સીમે કાયમી આંગળી ચિંધવામાં આવે છે
પરંતુ આ પોલીસ ભારે તણાવ સાથે કામ કરે છે તે વાત માનવા કોઈ તૈયાર નથી આણંદના અને ગુજરાતી ફિલ્મના જાણીતા પ્રોડયુસર શૈલેષ શાહે પ્રિન્સ પાર્થ ફિલ્મ આ વિજય પથ ફિલ્મમાં પોલીસ પોતાની જવાબદાર પૂર્વક પોતાની ફરજ નિભાવે છે પોલીસનો અપુરતો સ્ટાફ હોવાની સાથે સાથ હોળી, દિવાળી, જન્માષ્ટમી, ઈદ કે ક્રિસમસ કે નવરાત્રી હોય કોઈપણ તહેવાર હોય તેમના પરિવારની પરવા કર્યા વગર બંદોબસ્ત કરવો પડે છે આ ઉપરાંત પરીક્ષા, સભા, સરઘસ, રેલીઓ, મહાનુભાવોનો બંદોબસ્ત કોઈ મંત્રી કે પ્રધાન આવતા હોય તો એક-બે દિવસ અગાઉ સજ્જ રહેવું પડે છે
આ બંદોબસ્ત ઉપરાંત લોકોના જાનમાલની રક્ષા માટે નાઈટ પેટ્રોલિંગ, કોમ્બિંગ જુદી જુદી ડ્રાઈવમાં પણ હાજરી આપવી પડે છે આણંદ પ્રિન્સ પાર્થ ફિલ્મના પ્રોડયુસર શૈલેષ શાહે વિજય પથ ફિલ્મમાં ખુબ જ સરસ રીતે પોલીસની કામગીરી અને અંગત જીવન પર ફિલ્મ બનાવી છે જે ગુજરાતમાં લોકોએ વધાવી લીધી છે આ ફિલ્મના કલાકાર પ્રતિશ વહોરાએ પોલીસ ઓફીસરનો રોલ ખુબ જ સરી રીતે કર્યો છે જેને જોવા માટે પ્રેક્ષકો મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં આવી રહયા છે.
આ ફિલ્મના ડિરેકટર જયેશ ત્રિવેદીએ ફિલ્મની સ્ટોરી તેઓએ એક આઈ.બી. ઓફીસર સાથે વાત કરીને આઈ.બી. ઓફીસરે તેમને પ્રેરણા આપી કે તમે પોલીસની લાઈફ પર ફિલ્મ બનાવો તો સારૂ તેવું કહેતા જયેશભાઈ ત્રિવેદીને આઈડીયા આવ્યો અને ગુજરાતી ફિલ્મ વિજયપથ બનાવી હતી.*