પોલીસ કોન્સ્ટેબલે પીએસઆઈનો કોલર પકડી ધમકી આપી
(એજન્સી) અમદાવાદ, શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ તેમજ બીજા મારામારી તેમજ પ્રોહિબિશન જેવા ગંભીર પ્રકારના ગુનામાં પકડાયેલા માથાભારે શખ્સો સાથેે પોલીસ કોન્સ્ટેબલ ઉભો હતો.ફ જેથી પીએસઆઈએ તેમની સાથે ઉભા રહેવા બાબતે પૂછપરછ કરી હતી અને ઠપકો આપતા કોન્સ્ટેબલે કોલર પકડીને જાેઈ લેવાની ધમકી આપી હતી!!
શહેરકોટડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એચ.એમ.આહિરે માથાભારે શખ્સ જીતેન્દ્ર ચૌધરી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ગઈકાલે પીએસઆઈ સ્ટાફના માણસો સાથે સરકરી વાહનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓનું પ્રમાણ વધારે હોવાથી તકેદારીના ભાગરૂપે પેટ્રોલીંગમાં હતા.
એ દરમ્યાનમાં પ્રેમનગર- કૈલાસનગરની ચાલીમાં પ્રવેશતા પાન પાર્લર પાસે અંધારામાં કેટલાંક શખ્સો ટોળુ વળીને બેઠા હતા. જેથી પીઅસઆઈ પણ તેમની પાસે જતાં ટોળામાં બેઠેેલા શખ્સો નાસી ગયા હતા. જાે કે આ ટોળામાં એક શખ્સ ત્યાં હાજર રહ્યો હતો.
આ શખ્સ આર્મ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મહાવીરલાલ હતો. જેથી પીએસ આઈએ તેને પૂછ્યુ કે ટોળામાં કોણ કોણ હતુ?? અને અંધારામાં શુ કરો છો?? આ બાબતે પૂછતા જ જીતેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો અને પીએસઆઈને કહ્યુ કે તમને લોકોને કાલે પણ વાત કરી હતી કે અહીંયા આવવુ નહી. અને ખોટેખોટા આંટા મારીને પબ્લિકને હેરાનપરેશાન કરો છો. તેણે આમ, કહીને તોછડાઈભર્યુ વર્તન કર્યુ હતુ. જેથી પીઅસઆઈએ શાંતિથી વાત કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો.
પીએસઆઈ કંઈ સમજે વિચારે અ પહેલાં જ જીતેન્દ્રએ કોલર પકડીને હુમલો કરવાની કોશિષ કરી હતી. જેથી સ્ટાફના અન્ય માણસો આવી જતાં જીતેન્દ્રને પકડી લીધો હતો. જીતેન્દ્રને પકડી લીધો હોવા છતાં તેણે પીએસઆઈને કાલે તમને અહીંથી ભગાવ્યા હતા.
છતાં પણ અહીં આવ્યા છો? એ હુૃ જાેઈ લઈશે. તેમ કહીને ગાાળો બોલવા લાગ્યો હતો. જીતેન્દ્ર તેની સાથે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ તેમજ બીજા મારામારી તેમજ પ્રોહિબિશન જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં પકડાયેલા ભૂપેન્દ્ર ઉર્ફે ગોરૂ ભાનુપ્રસાદ યાદવ તેમજ અન્ય પાંચથી છ શખ્સો સાથે ઉભો હતો.
જેથી પીએસઆઈએ પોલીસ કોન્સ્ટેબલને આ બાબતે પૂછતા જ તેણે ગેરવર્તણુંક કરી હતી. પીએસઆઈએ આ બાબતે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.