પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ ટિ્વટરમાં ટ્રેન્ડિંગ
પૂર્વ આઈપીએસ વણઝારા સુનિતા યાદવના સપોર્ટમાં-મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવની વચ્ચે થયેલી બબાલનો ઓડિયો વાયરલ
સુરત, મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી બબાલનો ઓડિયો વાયરલ થયો હતો. જાેકે, બાદમાં સુનિતા યાદવે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દેતા સુનિતા યાદવને સોશિયલ મીડિયામાં ફુલ સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ ટિ્વટર પર ટ્રેડિંગમાં છે. અત્યાર સુધી ૩૨ હજાર કરતા પણ ટિ્વટ થઈ ચૂક્યા છે. આટલું જ નહીં, પૂર્વ ડીજીપી વણઝારાએ પણ ટિ્વટ કરીને સુનિતા યાદવને સપોર્ટ કર્યાે છે.
સુરતમાં મંત્રી કુમારા કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બબાલ બાદ સુનિતા યાદવે રાજીનામું આપી દીધું હતું. લોકો સુધી આ વાત પહોંચતા સુનિતાને સોશિયલ મીડિયા પર ફુલ સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત વાલી એકતા મંડળ પણ કોન્સ્ટેબલ સુનિતા યાદવના સમર્થનમાં આવ્યું છે. મેઘાણીનગર ખાતે ગુજરાત વાલી એકતા મંડળે સુનિતા યાદવના સમર્થનમાં પ્લેકાર્ડ બતાવીને દેખાવો કર્યાે હતો.
આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઈ હતી. મોડીરાત્રે કરફ્યુ ભંગ કરવા બદલ સુનિતાએ પાંચ લોકોને અટકાવ્યા હતા. જાેકે, બાદમાં પ્રકાશ કાનાણી ત્યાં પહોંચતા સુનિતાએ તેેને સવાલો કર્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે બબાલ થઈ હતી. આ ઘટનાનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જેમાં પ્રકાશ કાનાણીએ સુનિતા યાદવને ૩૬૫ દિવસ ફરજ માટે ઊભી રાખવાની ચીમકી આપી હતી. સુનિતા સાચી હોવા છતા અધિકારીઓએ પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી જ સોશિયલ મીડિયા પર સુનિતા યાદવને ખુબ સમર્થન મળી રહ્યું છે.