પોલીસ જવાનોની બાઈક રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કેવડિયા જવા નિકળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/biKE-1024x683.jpg)
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ સંદર્ભે લખપતથી નીકળેલ પોલીસ જવાનોની બાઈક અને સાઇકલ રેલીને અમદાવાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કેવડિયા જવા પ્રસ્થાન કરાવ્યું. તેમણે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ માટે સંકલ્પબદ્ધ બનવા નાગરિકોને આહવાન કર્યું.
ફાટકમુકત ગુજરાતની નેમ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીધામમાં ફ્લાયઓવર બ્રીજના નિર્માણ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹59.25 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જનસુવિધા વૃદ્ધિના આ કામથી નાગરિકોને પરિવહનમા સરળતા સાથે સમય અને ઇંધણની બચત થશે.