Western Times News

Gujarati News

પોલીસ પરિવારોએ બે કલાક રોડ ચક્કાજામ કર્યા

અમદાવાદ, છેલ્લા ૪-૫ દિવસથી ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારો પણ આક્રોશિત જાેવા મળી રહ્યા છે. જેના કારણે પોલીસ ઉપરાંત તેમના પરિવાર દ્વારા પણ ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે પણ મહિલાઓએ થાળી અને વેલણ લઇને વિરોધ કર્યો હતો. ગ્રેડ પે અમારો હક્ક જેવા સુત્રો સાથે પોલીસ પરિવારની મહિલાઓ રોડ પર ઉતરી હતી. પોલીસ કર્મચારીઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં નારા લગાવતા જાેવા મળી રહ્યા હતા.

છેલ્લા એક કલાકથી ૨ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મંગળવારે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. આ પ્રકારે સુરતમાં પણ પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે એકત્ર થઇને થાળી વેલણ દ્વારા ગ્રેડ-પેની માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ જવાનો વિરોધ નથી કરી શકતા તેવી સ્થિતિમાં ગુજરાત પોલીસના પરિવાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ નોંધાવાઇ રહ્યો છે. પોલીસ હેડક્વાર્ટરની બહાર પરિવારો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.