પોલીસ પરીક્ષાની તૈયારી કરતી પરણિત યુવતીને પતિની છૂટાછેડા આપી દેવાની ધમકી

(પ્રતિનિધિ) બાયડ, પોલીસમાં ભરતી થતા યુવકો સાથે યુવતીઓમાં પણ ભારે જાેશ જાેવા મળી રહ્યો છે યુવતીઓ તનતોડ મહેનત કરી પોલીસ પરીક્ષા પાસ કરી આર્ત્મનિભર બનવા શખ્ત પ્રેક્ટીસ કરી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં પરણીત યુવતીએ પોલીસ ભરતી માટે તૈયારીઓ કરતા
યુવતીના પતિ સહીત સાસરિયાઓએ પોલીસ નોકરીની તૈયારીઓ છોડી દેવા દબાણ કરવા છતાં ટસની મસ ન થતા પતિએ છૂટાછેડા આપી દેવાની ધમકી આપી યુવતીને પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહિત કરતા યુવતીના પિતા પર હુમલો કરી જાનથી મારી નાખવની ધમકી આપતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે
ધનસુરાના વડાગામમાં રહેતા સિકંદરભાઈ કાદરભાઈ મન્સૂરીએ તેમની દીકરી સહેનાઝબાનુના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થોડા મહિના અગાઉ પાડોશમાં રહેતા તૈયબહુસેન રોશનભાઈ મન્સૂરી સાથે કર્યા હતા પિતાના ઘરે રહેતી યુવતીએ પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી
દરરોજ વહેલી સવારે દોડવા જતા યુવતીનો પતિ સહીત સાસરિયા વાળા ઉશ્કેરાઈ ગયા હતા અને તેના પતિ તૈયબહુસેને દોડતી અટકાવી તારે પોલીસની નોકરી કરવાની જરૂર નથી અને નોકરી કરવી હોય તો છૂટાછેડા આપી દેવાની ધમકી આપી યુવતીના પરિવાર પર હુમલો કરવાની ચેતવણી આપ્યા
પછી થોડા સમયમાં યુવતીનો પતિ અને સાસરીપક્ષ વાળા યુવતીના ઘરે પહોંચી ઘર પર યુવતીના પિતા સહીત પરિવારજનો સાથે બોલાચાલી કરી ઘર પર હુમલો કરતા ભારે દેકારો મચી ગયો હતો અને યુવતીના પિતાને ગડદા પાટુનો માર મારી અને ઘરમાં તોડફોડ કરી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતી અને તેના પરિવારજનો ફફડી ઉઠ્યા હતા યુવતીના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી