પોલીસ બંદોબસ્ત મળવા છતાં ડીમોલેશન કરવામાં ન આવ્યું
દ.ઝોન એસ્ટેટ ખાતાની બલિહારી : બહેરામપુરા ના ગેરકાયદે બાંધકામને
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણઝોનમાં ભૂ-માફીયાઓ બેફામ બની રહયા છે. ઝોન ના ડે.કમીશ્નર અને એસ્ટેટ અધિકારીઓની રહેમ નજરના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં પરવાનગી વિના જ પાકા બાંધકામ થઈ રહયા છે. ઝોનના લાંભ, ઈસનપુર, મણીનગર, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ અનઅધિકૃત બાંધકામના એ.પી.સેન્ટર બની ગયા છે. આ તમામ વોર્ડમાં ર૦-રપ ચો.મીટરના બાંધકામો તોડી ને એસ્ટેટ કર્મચારીઓ સંતોષ માની રહયા છે. જયારે મોટા બાંધકામો સામે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે.
સ્થાનિક વહીવટદારો અને એસ્ટેટ કર્મચારીઓની મજબુત સાંઠગાંઠ ના પરીણામે તોડવામાં આવેલ બાંધકામો પણ ફરીથી બની ગયા છે. તેમજ ઉચ્ચકક્ષાએથી દબાણ આવે ત્યારે પોલીસ બંદોબસ્ત અને ડીમોલેશનના નાટક કરવામાં આવે છે. થોડા સમય સુધી આ પ્રકારની “બંધ બાજી” રમી રહેલા અધિકારીઓ ખુલ્લા પડી ગયા છે. રજાના દિવસે બાંધકામ તોડવામાં બંદોબસ્ત માંગવામાં આવી રહયા છે.
તથા પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત આપવામાં આવે ત્યારે રજાના કારણો દર્શાવી બાંધકામ તોડવામાં આવતા ન હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે! બહેરામપુરા વોર્ડના ખોડીયારનગર વિસ્તારમાં થયેલ અનઅધિકૃત બાંધકામને તોડવા માટે દક્ષિણઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. ૧૭ મે ના દિવસે દાણીલીમડા પોલીસ ઈન્સ્પેકટરને લખવામાં આવેલ પત્રમાં૮ જૂને ડીમોલેશન કરવા માટે એક મોબાઈલ વાન એક સીનીયર પો.ઈન્સ્પેકટર એક પી.એસ.આઈ. ૧પ હથીયારધારી પોલીસ તથા દસ મહીલા પોલીસની મદદ માંગવામાં આવી હતી.
નોધનીય બાબત એ છે કે આઠ જુને બીજા શનિવાર હોવાથી મ્યુનિ. કોર્પોરેશનમાં રજા રહે છે. ઝોનના ડે.કમીશ્નર અને ડે.એસ્ટેટ ઓફીસર આ બાબત ભલી-ભ્રતિ જાણતા હોવા છતાં પોલીસ મદદ માંગવામાં આવી હતી. દાણીલીમડા પોલીસ ઈન્સપેકટરે રર મેના દિવસે ઝોન-૬ના ડીસીપીને બંદોબસ્ત માટે અભિપ્રાય આપવા પત્ર લખ્યો હતો.
જેમાં ખોડીયાર નગર વિસ્તારની કોર્મશીયલ પ્રકારના બાંધકામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. ઝોન-૬ ના ડીસીપી એ દક્ષિણઝોન એસ્ટેટ ખાતા દ્વારા કરવામાં આવેલ માંગણી મુજબ કુલ ૩૩ પોલીસ કર્મચારીઓની મદદ આપવા માટે તૈયારી દર્શાવી હતી.
દાણીલીમડા પોલીસ ઈન્સ્પેકટરે ઝોનના ડે. એસ્ટેટ અધિકારીને પત્ર લખી બંદોબસ્ત આપવામાં આવશે તેની જાણ કરીહતી. પરંતુ વહીવટદારો સાથે મજબુત સાંઠગાંઠ હોવાથી રજાનો દિવસ હોવાના કારણ દર્શાવી સદ્દર બાંધકામ તોડવામાં આવ્યુ નથી. જેના કારણે સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જાવા મળી રહયો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત અ છે કે બહેરામપુરા વોર્ડના સુએઝ ફાર્મ વિસ્તારમાં સરકારી કોર્પોરેશનની જમીન પર ૮૦ કરતા વધુ ઈન્ડ.પ્રકારના કરવામાં આવતી નથી. જયારે લાંભા વોર્ડમાં ડીમોલેશન માટે સ્થળ પર ટીમ મોકલવામાં આવ્યા બાદ પરત બોલાવવામાં આવે છે. લાંભા વોર્ડમાં કોમલ ટેક્ષટાઈલ્સ તથા વિનસ ડેનીમમાં ડીમોલેશન માટે ટીમ મોકલવામાં આવ્યા બાદ ડે.કમીશ્નરે પરત બોલાવી હતી.
આ બંને ને ત્રણ મહીનામાં પ્લાન મંજૂર કરાવવાની અનઅધિકૃત રીતે પરવાનગી પણ આપવામાં આવી હતી. જેને એક વર્ષનો સમય થયો છતાં પ્લાન મંજૂર થયા નથી અને ડીમોલેશન કરવામાં આવ્યા નથી. તેવી જ રીતે આર.વી.ડેનીમ સહીત લગભગ આઠ સ્થળે ડીમોલેશન કર્યા બાદ ફરીથી બાંધકામ થઈ ગયા છે. મણીનગર વોર્ડમાં પણ ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત ગોડલીયાના ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું નથી. મણીનગર વોર્ડમાં જ રૂક્ષ્મણીપાર્ક સોસાયટી, ગોરધનવાડી ટેકરા પાસે એક વર્ષ પહેલા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તે જ સ્થળે ફરીથી બાંધકામ થઈ ગયા છે.
સુરતની આગ હોનારત બાદ શાળા અને ટયુશન કલાસીસ ના માર્જિન અને ટેરેસ પરના રોડ-પાર્ટીશન દુર કરવામાં આવ્યા છે. પરંતુ મણીનગર વોર્ડમાં હીરાભાઈ ટાવર પાસે આવેલ “ડીવાઈન બર્ડ” સ્કુલમાં પાર્ટીશન/શેડના બાંધકામ યથાવત છે. રામબાગ વિસ્તારના શીવાલીક કોમ્પલેક્ષમાં રસ્તા-ર હોટેલ અને જુના ઢોરબજાર પાસે આવેલ “લીટલ સ્ટાર” સ્કુલમાં પણ સમાન પરિસ્થિતી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.