Western Times News

Gujarati News

પોલીસ બનીને જ્યોતિષીઓને છેતરતો મહાઠગ પકડાયો

સુરત, ગુજરાતભરમાંથી ૫૦ થી વધુ જ્યોતિષઓને ‘તમારા વિરુદ્ધ મહિલાએ પોલીસમાં અરજી કરી છે’ કહી પોલીસ અધિકારીના નામે ધમકાવી લાખો રૂપિયા પડાવનાર ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

૬ મહિનામાં સુરત, વલસાડ, બારડોલી અને અમદાવાદ સહિતના ૫૦ થી વધુ જ્યોતિષીઓ પાસેથી મહાઠગે પોલીસના નામે ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાનું તપાસમાં સામે આવ્યું છે.

સુરતના રાંદેર રોડ તાડવાડી સ્થિત સિંધી સોસાયટીમાં રહેતા વાસ્તુ શાસ્ત્રી મનિષ નંદલાલ મનાની પર અઠવાડિયા અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ‘હું કતારગામ પોલીસ ચોકીથી રવિરાજસિંહ બોલું છું, તમારા વિરૂધ્ધમાં કોઇએ ફરિયાદ લખાવી છે,

તમે તાત્કાલિક કતારગામ પોલીસ ચોકી આવો.’ તેવુ કહ્યુ હતું. મનિષે કોણે અને શું ફરિયાદ લખાવી છે તેવું પૂછતા તેણે જવાબ આપ્યો હતો કે, ‘તું હોશિંયાર બનવાની કોશિષ નહીં કર, ચુપચાપ પોલીસ ચોકી આવી જા, નહીં તો જીપ મોકલું છું.’ જેથી ડરી ગયેલા મનિષ અને તેની પત્ની કતારગામ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયા હતા.

ત્યારે ફરી આરોપીએ અન્ય પોલીસ કર્મચારીનું નામ લઇ કહ્યું હતું કે, ‘તમારા પર રવિ સાહેબનો ફોન આવ્યો હતો, તમારે પોલીસ ચોકી આવવાની જરૂર નથી, ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપિયાની વાત છે, ગુગલ પે પર રૂપિયા ટ્રાન્સફર કરી દો એટલે પતાવટ થઇ જશે.

જેથી મનિષને શંકા જતા તેમણે પોલીસ સ્ટેશન જઇ તપાસ કરતા રવિરાજસિંહના નામે કોલ કરનાર ઠગબાજ હોવાનું જાણવા મળ્યું હતું.આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કતારગામ લલિતા ચોકડી પાસેથી રવિરાજના નામે કોલ કરનાર વિજય ઉર્ફે વિક્રમ ધારસિંહવાઘેલાને ઝડપી પાડ્યો હતો.

જ્યારે તેના મિત્ર હિંમ્મતસિંહને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં કેરી વેચવાનો ધંધો કરતો વિજય ઉર્ફે વિક્રમ અગાઉ ઇન્ટરનેટ કંપનીમાં ટેક્નિશીયન તરીકે કામ કરતો હોવાથી વારંવાર કતારગામ પોલીસ સ્ટેશન જવાનું થતું હતું. તેથી તે પોલીસની કાર્યપધ્ધિતથી વાકેફ હતો.ss3kp

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.