Western Times News

Gujarati News

પોલીસ બુથો પરથી જાહેરાતના હોર્ડીંગ્સ ઉતારી લેવા નિર્ણય

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અતુલ ભટ્ટે કરેલ જાહેરાત

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં જાહેર માર્ગો પર જાહેરાતો માટેના હો‹ડગ્સ તથા મોટામોટા બોર્ડો ટ્રાફિકને અડચણ રૂપ હોવાની તથા તેને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ થતા હોય છે શહેરમાં મુકવામાં આવેલા હો‹ડગ્સો- બોર્ડોના મ્યુ. કોર્પોરેશન તરફથી નકકી કરવામાં આવેલ ભાડા પણ નહી ચુકવાતા હોવાનું જાણવા મળે છે.

જાહેરમાર્ગો ઉપરાંત શહેરમાં ખાસ કરીને ક્રોસ રોડ પર આવેલ પોલીસ બુથો પર જાહેરખબરોના હો‹ડગ્સો જાવા મળે છે આ હો‹ડગ્સો તાત્કાલીક ઉતારી દેવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમીટીમાં લેવામાં આવ્યો છે.

પોલીસ બુથો પર મુકવામાં આવતા જાહેરાતના હોર્ડીંગ્સો ઘણી વખત રાહદારીઓ માટે જાખમકારક બનતા હોય છે આ કારણે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાળાઓ સમક્ષ રજુઆતો પણ થઈ છે એ રજુઆતોને આધારે સ્ટેન્ડીગ કમિટિના ચેરમેને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાના છે અને ખરાબ ન લાગે તે માટે સ્ટેન્ડીંગ કમિટિએ તાત્કાલીક હો‹ડગ્સ ઉતારવા માટે આદેશ આપ્યો છે બાકી વર્ષોથી પોલીસ બુથો પર હોર્ડીગ્સો જાવા મળે ત્યારે પહેલા આ નિર્ણય કેમ ન લેવાયો ?

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અતુલ ભટ્ટના જણાવ્યા મુજબ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્ટના આગમન સાથે આ મુદ્દાને કોઈ સંબંધ નથી તેમણે જણાવ્યું હતું કે આ સંદર્ભે પોલીસ કમિશનરને પણ જાણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.