પોલીસ રેડમાં વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા લોકોની ધરપકડ ન કરો: મદ્રાસ હાઈકોર્ટ
ચેન્નાઇ, મદ્રાસ હાઈકોર્ટે એક કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, શંકાસ્પદ સ્થળો પર રેડ દરમિયાન સેક્સ વર્કરોની ધરપકડ ન કરવી જાેઈએ. કોર્ટે પોલીસકર્મીઓને પણ આદેશ આપ્યો છે કે, જાે પકડાય તો તેમના પર કોઈ દંડ ન વસૂલવામાં આવે. આ મામલે પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિને મુક્ત કરતી વખતે તેની સામે દાખલ કરાયેલા કેસને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.
આ વ્યક્તિએ અરજી દાખલ કરતી વખતે કહ્યું હતું કે, પોલીસ દ્વારા તેને એવી જગ્યા પર હાજર બતાવી જ્યા સેક્સ વર્કરોને ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ એન સતીશ કુમારે કહ્યું હતું કે, મસાજ પાર્લરના નામે ચાલતી સંબંધિત જગ્યા ચોક્કસપણે ગેરકાયદેસર છે પરંતુ તે કોઈ અન્ય દ્વારા ચલાવવામાં આવતું હતુ.
કોર્ટે કહ્યું કે, આ માટે અન્ય કોઈને એટલે કે અરજદારને ફસાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, અરજદાર પર કોઈ પણ સેક્સ વર્કરને બળજબરીથી કામ કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો નથી અને ન તો તેણે કોઈને કામ કરવા દબાણ પણ કર્યું નથી.
બીજી તરફ, અરજદારનું કહેવું છે કે, પોલીસ દ્વારા કરવામાં આવેલા આરોપો અનુસાર, જાે તે સંબંધિત સ્થળે સેક્સ વર્કર પાસે ગયો હોય તો પણ સુપ્રીમ કોર્ટે તેના કૃત્યને ગુનો ગણાવ્યો નથી. જાે તેણે તે સ્વેચ્છાએ કર્યું હોય. તેથી, આ કેસમાં તેને કોઈપણ રીતે સજા થઈ શકે નહીં. હાઈકોર્ટે તેમની અરજી સ્વીકારી છે અને કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે.HS1MS