પોલીસ સબ ઇન્સપેક્ટરના ઘરમાં દરોડો: ૧ કરોડથી વધારે કેશ પકડાઇ
નવીદિલ્હી, સીબીઆઇએ દિલ્હી પોલીસના એક સબ ઇન્સપેક્ટરના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી સબ ઇન્સપેક્ટરના ઘરેથી ૧.૭ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. સીબીઆઇના એક અધિકારીના મતે આરોપી સબ ઇન્સપેક્ટરનું નામ ભોજરાજ સિંહ છે. જે સાઉથ દિલ્હીના મેદાન ગઢી સ્ટેશનમાં તૈનાત છે. ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઈની ટીમે સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. તે પછી તેના ઘરે રેડ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઈ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. સબ ઇન્સપેક્ટરની કાર અને તેના ઘર પરથી ૧ કરોડ ૭ લાખ રૂપિયા મળી આવ્યા છે.
સીબીઆઈના અધિકારીના મતે આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહની કારમાંથી ૫ લાખ ૪૭ હજાર મળી આવ્યા હતા. જ્યારે બાકી રૂપિયા તેના ઘરેથી મળી આવ્યા હતા.
દિલ્હી સ્થિત એક મોલમાં આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહને ફરિયાદકર્તા પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા લાંચની રકમ લેતા રંગે હાથે સીબીઆઈની ટીમે ધરપકડ કરી હતી. આ કેસ મેદાનગઢી સ્ટેશનમાં એક આરોપીને તેના કેસમાં મદદ કરવા અને તેના જામીનના સમયે પોલીસ દ્વારા કોર્ટમાં જામીનનો વિરોધ નહીં કરવા લાંચ માંગી હતી.
દિલ્હી પોલીસ મુખ્યાલયના સૂત્રોના મતે જલ્દી આરોપી સબ ઇન્સપેક્ટર ભોજરાજ સિંહ સામે એક મોટી કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કે ડિસમિસ કરવામાં આવી શકે છે. હાલ સીબીઆઈની ટીમ આરોપી સબ ઇન્સપેક્ટરના સ્થળોએથી મળી આવેલા દસ્તાવેજાે, ઘરેથી મળે આવેલ કરોડો રૂપિયાની લેણદેણ, પ્રોપર્ટી સંબંધિત જાણકારી સહિત તમામ કનેક્શન શોધવામાં લાગી ગઈ છે.HS