Western Times News

Gujarati News

પોલીસ સામે ફરિયાદ થાય ત્યારે જ સીસીટીવી કેમ બંધ હોય છે ?: હાઈકોર્ટ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના એસજી હાઈવે પર ગુરુદ્વારા પાસે ટ્રાફીક પોલીસ દ્વારા દંડ વસુલવાની બાબતે ર૬ ડિસેમ્બર-ર૦ર૧ના રોજ મહીલા અને તેના પરીવારજનોને મારવાના કેસમાં પોલીસ કર્મચારીઓ સાથે થયેલી કન્ટેમ્પટની અરજીની સુનાવણી સમયે હાઈકોર્ટના ચીફ જસ્ટીસે સરકારને પૂછેલું કે, જયારે કોઈ પોલીસ સ્ટેશન સામે ફરીયાદ થાય ત્યારે જ તે પોલીસ સ્ટેશનના સીસીટીવી બંધ શા માટે હોય છે ? હાઈકોર્ટે તેના આદેશમાં નોધ્યું છે કે, સંબંધીત વિભાગના ડીસીપીના તપાસ રીપોર્ટ મુજબ આ કેસમાં ટ્રાફીક પોલીસના કર્મચારીઓએ ગુનો આચરેલો છે. અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ કર્યો છે. આ ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

વળતર અંગે હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે આ કેસમાં સરકાર તેની તિજાેરીમાંથી વળતર પેટે કોઈ પૈસા ન ચુકવે પરંતુ જવાબદાર પોલીસ કર્મચારીઓના ખીસ્સામાંથી આ વસુલવુ જાેઈએ. હાલ આ તો આ કેસમાં અરજદારે વળતર માટે કરેલી અરજી પડતર છે. હાઈકોર્ટે જવાબદાર પોલીસ કર્મી સામેની કન્ટેમ્પ્ટની અરજી કાઢી નાખી છે. સરકારે જવાબ રજુ કરેલો કે, રાજયમાં ૬૧૯ પોલીસ સ્ટેશનો પર ૭,૩ર૭ સીસીટીવી કેમેરા નાખેલા છે.

જેમાંથી ૭,ર૮ર સીસીટીવી ટેકનીકલ રીનોવેશન કે અન્ય પોલીસ સ્ટેશનમાં શીફટ કર્યા હોવાના લીધે બંધ છે. દરેક પોલીસ સ્ટેશનમાં રહેલા ૯થઈ ૧૦ કેમેરાના સુપરવાઈઝીગ પીએસઆઈ કરે છે. જયારે પીઆઈ દ્વારા ૧પ કેમેરાનું ધ્યાન રખાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં ૩૦ દિવસ સુધી સીસીટીવી ફુટેજ સ્ટોર કરવાની જાેગાવઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.