પોલીસ સ્ટેશનમાંથી કારતૂસ અને હથિયાર ગાયબ થઈ ગયા
મુંગેર: બિહારના મુંગેર જિલ્લામાં વિસર્જન દરમિયાન થયેલી હિંસા બાદ ઊભી થયેલી બબાલ શાંત થવાનું નામ લેતી નથી. ગુરુવારે એસપી અને એસડીઓની ઓફિસમાં તોડફોડ થયા બાદ પોલીસ સ્ટેશનમાંથી અનેક વસ્તુઓ ગાયબ છે. જે વસ્તુઓ ગાયબ છે તેમાં એસએલઆરના ૧૦૦ રાઉન્ડ કારતૂસ, બે મેગેઝીનના ઈન્સાસના ૪૦ રાઉન્ડ કારતૂસ પણ સામેલ છે.
મુંગેરમાં એસપી અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી હતી.
પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મૃત્યુંજયકુમારે આ વાતની જાણકારી આપી છે. ગઈ કાલે ઉપદ્રવીઓએ મુંગેરમાં એસપી અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ પુરબસરાય પોલીસ વાહનમાં આગ લગાવી દીધી હતી અને પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે આ દરમિયાન પોલીસ સ્ટેશનથી ઉપરોક્ત સામાન ગાયબ થયો છે.
પુરબસરાય પોલીસ સ્ટેસનમાં ભારે સંખ્યામાં કારતૂસ વગેરે રાખ્યા હતા.
હકીકતમાં ૨૮ ઓક્ટોબરના રોજ મુંગેરમાં પહેલા તબક્કાના મતદાનના કારણે મોટી સંખ્યામાં જવાનો મુંગેર આવ્યા હતા. આથી પુરબસરાય પોલીસ સ્ટેસનમાં ભારે સંખ્યામાં કારતૂસ વગેરે રાખ્યા હતા. અત્રે જણાવવાનું કે મુંગેરમાં ગુરુવારે હિંસા ભડકવાના મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી હતી.
મોડી રાતે વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું.
ચૂંટણી પંચે ત્યાંના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાને તત્કાળ પ્રભાવથી હટાવી દીધા. સોમવારે મોડી રાતે વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગોળી વાગતા એક યુવકનું મોત થયું હતું.
તથા અનેક લોકો ઘાયલ થયા હતા. ચૂંટણી પંચે મગધ કમિશનર ચુબા આઓને સમગ્ર તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ચૂંટણી પંચે તેમને સાત દિવસની અંદર કમિશનરને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.