પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ચોરીના આરોપીને માર માર્યો

બાયડ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
વાયરલ વીડિયો બાયડના સાંઠબા પોલીસ સ્ટેશનનો છે
અરવલ્લી, અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પોલીસ સ્ટેશનમાં કથિત ચોરને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. બાઇક ચોરીના આરોપમાં આ કથિત ચોરને જ્યારે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ ત્યાં એક વ્યક્તિ બહારથી પહોંચે છે અને આ કથિત આરોપીઓને માર મારે છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો બાયડના સાંઠબા પોલીસ સ્ટેશનનો છે.
વાયરલ વીડિયો પ્રમાણે બાઇક ચોરીના કથિત ચોરને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. ત્યારે ત્યાં એક ખાનગી વ્યક્તિ પહોંચે છે અને આ કથિત આરોપીઓને માર મારે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે ત્યારે ત્યાં બહારની અજાણી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી.
પરંતુ અહીં એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ત્યારે ત્યાં પોલીસકર્મીઓ પણ હાજર હોય છે. આ પોલીસકર્મીઓની હાજરીમાં તે વ્યક્તિ કથિત ચોરને માર મારે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. અહીં જ કથિત ચોરને માર મારવામાં આવતા કાયદાનો ભંગ થયો છે. આ વ્યક્તિ કથિત ચોરને માર મારીને બહાર પણ નિકળી જાય છે. પરંતુ પોલીસ કંઈ કરતી નથી.ss1