પોલીસ સ્ટેશનમાં ઘુસી બે સિપાહીઓ પર હુમલો કરાયો
પટણા, સામાન્ય લોકોની સુરક્ષામાં દિવસ રાત રહેતા પોલીસની પોતાના પોલીસ સ્ટેશનમાં પિટાઇ કરવામાં આવી છે આશ્ચર્યની વાત એ છે કે વાહન છોડવા પોલીસ સ્ટેશન પરિસરમાં ધુસી યુવકોએ ફકત લાકડી ડંડાથી તેમની પિટાઇ કરી એટલું જ નહીં પાસે રાખેલ ચાકુઓથી તેમના પર હુમલો કર્યો હતો જેમાં બે સિપાહીને ગંભીર ઇજા થઇ હતી મારપીટની આ ઘટના સાંજે તે સમયે બની જયારે એએસઆઇ બાંકા ચૌધરી પોલીસ સ્ટેશનમાં પોાના અન્ય સાથીઓની સાથે જરૂરી કાર્ય ઉકેલી રહ્યાં હતાં જાે કે શોરગુલ બાદ પોલીસ સ્ટેશનમાં અન્ય જવાનોએ મોરચો સંભાળી લીધો.
જાણકારી અનુસાર એનએચ ૮૪ ખાતે કૃષ્ણાબ્રહ્મા ચોક પર એક બાઇક અને ટેકસીવાળા વચ્ચે વિવાદ થયો હતો મામલાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલ સ્થાનિક પોલીસે બંન્ને પક્ષોને સમજાવ્યા પરંતુ તે માન્યા નહીં. અંતે પોલીસે બંન્નેના વાહનોને જપ્ત કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ બાદમાં પોતાની ગાડી છોડાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચેલા બંન્ને પક્ષો વચ્ચે તુતુ મેંમે બાદ અચાનક પરસ્પરમાં મારપીટ કરવા લાગ્યા જયારે પોલીસના જવાનોએ તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો તો અરિયાંવ પંચાયતના ડુભુકી ગામ નિવાસી ટુનુ કુમાર આદિલ કુમાર અને ગોલુકુમાર તથા બ્રહ્મપુર પોલીસ સ્ટેશનના ચંદ્રાપુર ગામ નિવાસી વિકાસ કુમાર યાદવ સહિત અન્યે પોલીસ પરિસરમાં જ સિપાહીઓ પર લાકડીઓ અને ડંડા વડે હુમલો કર્યો હતો અને ચાકુથી તાબડતોડ હુમલો શરૂ કરી દીધો જેમાં બે સિપાહી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતાં.
આરોપીઓએ એટલું જ નહીં ઘટના પર મોજુદ એએસઆઇની કોલર પકડી તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હાલમાં ઇજા પામેલા સિપાહીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાય છે કે હુમલો કરનારા લોકો લગભગ ત્રીસની સંખ્યામાં પોલીસે તેમની શોધ શરૂ કરી છે.HS